Home /News /ahmedabad /રાજ્યમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ; ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 50 ટકા વધુ વરસાદ

રાજ્યમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ; ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 50 ટકા વધુ વરસાદ

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 50 ટકા વધુ વરસાદ

Gujarat rain fall data: મેઘરાજા છેલ્લા એક સપ્તાહમાં ઓછા વરસ્યા છતાં પણ 2022ના ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદે ગયા વર્ષનો રેકોર્ડ તોડયો છે.

    અમદાવાદ: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઓગસ્ટ સુધીમાં 50 ટકા વધુ વરસાદ પડ્યો છે. જેની સીધી અસર ખેતી અને પીવાના પાણી પર થશે. આવનારા વર્ષે પાણી માટે બૂમરાણ નહીં પડે. મેઘરાજા છેલ્લા એક સપ્તાહમાં ઓછા વરસ્યા છતાં પણ 2022ના ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદે ગયા વર્ષનો રેકોર્ડ તોડયો છે.

    2021માં ઓગસ્ટ માસમાં માત્ર 55 ટકા વરસાદ થયો હતો. આ વર્ષે 100 ટકા વરસાદ પૂર્ણ થયો છે. આ વખતે ચોમાસું ખેડૂતો માટે રાહત સમાન રહ્યું છે. જેથી પાણીની તંગી નહીં પડે. આ વખતે સૌથી વધુ ઉંમરપાડા તાલુકામાં 138 % વરસાદ પડ્યો છે. જ્યારે સુરત અને તાપી જિલ્લામાં ઓગસ્ટ મહિના સુધી વધુ વરસાદ પડ્યો હતો. ​​​​​​​2021માં 31 ઓગસ્ટ સુધી 55.15 ટકા વરસાદ વરસ્યો હતો, જ્યારે 2022માં 101 ટકા વરસાદ પડ્યો છે.


    આ પણ વાંચો: છોટાઉદેપુર: ઓરસંગ નદીના પૂરમાં ફસાયો વ્યક્તિ

    આટલો વરસાદ થયો હોવા છતાં 15 તાલુકાઓમાં 50 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ ઓગસ્ટની મધ્ય સુધીમાં જ પડી ગયો હતો. હજુ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદની આગાહી છે. બીજી બાજુ, હાલ જિલ્લામાં 97 ટકા વાવેતર થઈ ચૂક્યું છે. રાજ્યના 207 ડેમોમાં 84P ટકા જળસંગ્રહ થયો છે. ગુજરાતમાં 64 ડેમ ઓવરફ્લો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 93 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉપરાંત સૌરાષ્ટ્રના 34, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6 અને ઉત્તર ગુજરાતના 3 ડેમ 100 ટકા ભરાયા છે.

    ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનો શરુ થતાંજ મેઘરાજા પણ મંડાયા છે. આજે અમદાવાદ શહેરમાં મેઘરાજાની જમાવટ જોવા મળી છે. એક કલાકમાં એક ઈંચ વરસાદથી અમદાવાદ પાણી-પાણી થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી થઇ રહી છે. સાથે જ હજુ પાંચ દિવસ રાજ્યમાં મેઘાવી માહોલ રહેશે. 17 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ સુરત અને નવસારીમાં વરસાદ પડ્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Gujarat rain Data, Gujarat rain forecast

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन