અમદાવાદ: ગુજરાત માટે આનંદના સમાચાર છે. કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)ની સપાટીમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની સપાટીમાં 41 સેન્ટી મીટરનો વધારો નોંધાયો છે. ડેમમાં ઉપરવાસમાંથી હાલ 14,251 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ સાથે ડેમની સપાટી 119.41 મીટર થઈ છે. હાલ ડેમના પાવર હાઉસ (Power house)ના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યા છે. હાલ સરદાર સરોવર ડેમમાં 4833.73 MCM લાઈવ સ્ટોરેજ છે. ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમની ભયજનક સપાટી (Sardar Sarovar dam water level) 138.68 મીટરની છે, જેની સામે હાલ ડેમની સપાટી 119.41 મીટર છે. બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 168 તાલુકામાં વરસાદ (Gujarat rain) નોંધાયો છે.
બીજી તરફ કરજણ ડેમ (Karjan Dam)ની ભયજનક સપાટી116.11 મીટરની છે, જેની સામે ડેમની હાલની સપાટી 107.05 મીટર છે. નાના કાકડીઆંબા ડેમની ભયજનક સપાટી 187.78 મીટરની છે, જેની સામે ડેમની વર્તમાન સપાટી 183.70 મીટર છે. તો ચોપડવાવ ડેમની ભયજનક સપાટી 187.41 મીટરની છે, જેની સામે ડેમમાં હાલની સપાટી 183.10 મીટર છે.
ગુજરાતમાં 24 કલાકમાં પડેલો વરસાદ
અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ છલકાયો:
મેઘરાજાએ આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર વિશેષ હેત વરસાવ્યો છે. સૌરાષ્ટ્રમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ છલકાયો છે. ધારી ખાતે આવેલો ખોડિયાર ડેમ (Khodiyar Dam) ઓવરફલો થયો છે. બુધવારે પડેલા સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ હતી. ગુરુવારે ડેમનો એક દરવાજો બે ઇંચ જેટલો ખોલવામાં આવ્યો હતો. ડેમમાંથી પાણી છોડવામાં આવતા અમરેલી અને ભાવનગર જિલ્લાના 43 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.
ભાદર-2 ડેમમાં પાણીની આવક:
રાજકોટ જિલ્લાના ધોરાજીના ભુખી ગામ પાસે આવેલા ભાદર-2 ડેમ (Bhadar Dam-2)માં નવા નીરની આવક થઈ છે. ભાદર-2 ડેમમાં એક ફૂટ નવા નીરની આવક થઈ છે. ભાદર 2 ડેમની કુલ સપાટી 53.10 મીટર છે, હાલ ડેમની સપાટી 49.25 મીટર પર પહોંચી છે. ડેમ તેની ક્ષમતાના 43% ભરાયો છે.
ગુજરાતમાં 24 કલાકમાં પડેલો વરસાદ.
છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ:
ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો 10મી સપ્ટેમ્બરના રોજ પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ચાર ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠાના તલોદમાં પડ્યો છે. અરવલ્લીના મેઘરજમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગાંધીનગરના દહેગામ ખાતે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
" isDesktop="true" id="1131644" >
રાજ્યમાં સરેરાશ 57.74% વરસાદ
ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો કુલ 57.74% વરસાદ પડ્યો છે. રાજ્યમાં પડેલો કુલ સરેરાશ વરસાદ 485 મિલી મીટર થયો છે. ઝોન પ્રમાણે જોઈએ તો કચ્છમાં સિઝનનો સરેરાશ 46.30%, ઉત્તર ગુજરાતમાં 46.03%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 49.38%, સૌરાષ્ટ્રમાં 61.56% અને દક્ષિણ ગુજરામાં 63.12% કુલ સરેરાશ વરસાદ પડ્યો છે.