Home /News /ahmedabad /ગુજરાતની 20 નદીઓ પ્રદૂષિતની યાદીમાં, નદીના આ પટ્ટા છે ખતરનાક

ગુજરાતની 20 નદીઓ પ્રદૂષિતની યાદીમાં, નદીના આ પટ્ટા છે ખતરનાક

પ્રદુષિત ભાદર નદીની ફાઇલ તસવીર (ફોટો: રાહુલ વેગડા)

Gujarat river : દેશના જે રાજ્યોમાં સૌથી વધુ નદી પ્રદૂષિત (polluted rivers in Gujarat) હોય તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદ : ગુજરાતમાં 20 નદીઓ (Gujarat River) પ્રદૂષિતની યાદીમાં આવી છે. જેમાં નર્મદા (Narmada) અને સાબરમતી નદીનો (Sabarmati River) પણ સમાવેશ થાય છે. દેશના જે રાજ્યોમાં સૌથી વધુ નદી પ્રદૂષિત (polluted rivers in Gujarat) હોય તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

આ અંગેનો એક રિપોર્ટ લોકસભામાં વિગતો રજૂ કરવામાં આવ્યો છે. જે પ્રમાણે, સાબરમતીમાં ખેરોડથી વૌઠા, વિશ્વામિત્રીથી આસોદધાદર, ભાદર નદીમાં જેતલપુર ગામથી સારણ ગામ નદીનો પટ્ટો પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. નદીઓને સ્વચ્છ કરવા માટે જો હવે પણ તંત્ર ન જાગ્યું તો પરિસ્થિતિ વધારે વણસી શકે છે.

તજજ્ઞો પ્રમાણે, રાજ્યમાં નદીઓ પ્રદૂષિત થવા માટે ઉદ્યોગો મુખ્યત્વે જવાબદાર છે. નદીઓમાં પ્રદૂષણ ફેલાવતા ઐદ્યોગિક એકમો સામે કડકમાં કડક પગલાં લેવા જોઇએ તો જ નદીઓને સ્વચ્છ કરી શકાશે.

કઇ નદીનો કેટલો વિસ્તાર વધું પ્રદૂષિત



નદી પ્રદૂષિત પટ્ટો
અમલખડી પનગમથી ભરૂચ
ભાદર જેતપુરથી સારણ ગામ
ભોગાવો સુરેન્દ્રનગરથી નાના કેરળ
ખારી લાલી ગામથી કાશિપુરા
સાબરમતી ખેરોજથી વૌઠા
વિશ્વામિત્રી વડોદરાથી આસોદ
ધાદર ખોટડાથી ચાંદપુરા
ત્રિવેણી ત્રિવેણી સંગમથી બાદલપરા
દમણગંગા કાચી ગામથી વાપી
કોલાક કિકરાલથી સાલવવા
મહી સેવલિયાછી ભાદરપુર
શેઢી ધામોડથી ખેડા
તાપી બારડોલીથી સુરત
અનસ દાહોદથી ફતેપુરા
બલેહવર ખાડીપાંડેસરાથી કપ્લેથા
મેશ્વા શામળાજી સંલગ્ન
મિંઢોળા સચિન સંલગ્ન
નર્મદા ગરૂડેશ્વરથી ભરૂચ



આજથી ગુજરાતમાં મેઘરાજાની સવારીની વધશે સ્પીડ

નોંધનીય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ બન્યા બાદ ગંદા પાણીને શુદ્ધ કરવા માટે વર્ષે અંદાજે 85 લાખનો ખર્ચ થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે અગાઉ 480 કરોડ જેટલી માતબર રકમ ફાળવી હતી. તેને કારણે ભૂતકાળમાં સાબરમતીમાં ભરાયેલું પાણી ખાલી કરીને તેમાં સફાઇ કરવામાં આવી હતી. જો કે, માંડ થોડો સમય પસાર થાય છે ત્યાં નદીમાં લીલ અને જળકુંભી એ હદે છવાઈ જાય છે કે પાણી પણ જોઈ શકાતું નથી.
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો