Home /News /ahmedabad /Gujarat Polls: 'ફક્ત ડબલ એન્જિન શા માટે, ગુજરાતને ટ્રિપલ એન્જિન સરકારની જરૂર છે': હાર્દિક પટેલ

Gujarat Polls: 'ફક્ત ડબલ એન્જિન શા માટે, ગુજરાતને ટ્રિપલ એન્જિન સરકારની જરૂર છે': હાર્દિક પટેલ

મારું સંપૂર્ણ ધ્યાન વિકાસ પર છે - હાર્દિક પટેલ

Gujarat Assembly Election 2022: હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતમાં ચૂંટણીનો અર્થ માત્ર પટેલ સમાજના મત નથી. દરેક જ્ઞાતિ ભાજપમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. આ માન્યતા વિકાસ અને દૂરંદેશીની છે.

  અમદાવાદ: ગુજરાતાં ભારતીય જનતા પાર્ટી 'ડબલ એન્જિન' સરકારની વાત કરી રહી છે તો તેમનો નવો ચૂંટણી ચહેરો હાર્દિક પેટલ તેમને એક પગલું આગળ લઈ જવાની વાત કરી છે. હાર્દિકે 'ટ્રિપલ એન્જિન' સરકારની વાત કરી છે. તેમનું કહેવું છે કે શા માટે માત્ર રાજ્ય અને કેન્દ્ર સરકાર, બલ્કે વિધાનસભા મતવિસ્તારની સરકાર એટલે કે પાયાના સ્તરના નેતાઓને પણ આમાં સામેલ કરવા જોઈએ. વિકાસ માટે મતદારોએ ભાજપમાં વિશ્વાસ રાખવો જોઈએ.

  News18 સાથેની ખાસ વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં સમગ્ર પાટીદાર સમાજ ભાજપની સાથે છે. વર્ષ 2017માં તેનું વિભાજન થયું હતું. પરંતુ આ વખતે બધા ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી સાથે છે. ગુજરાતમાં જમીન શોધી રહેલી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અંગે હાર્દિકનું કહેવું છે કે AAPને ગ્રાઉન્ડ લેવલ પર કોઈ સમર્થન મળશે નહીં. ગુજરાતમાં ત્રીજા પક્ષનો પ્રભાવ નથી. ચૂંટણીનો સમય છે. દરેક પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે અને જનતાને તેમની વાત સાંભળવાનો અધિકાર છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે આ જનતા વોટમાં ફેરવાઈ જશે.

  દરેક જાતિ ભાજપને મત આપે- પટેલ

  વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતમાં ચૂંટણીનો અર્થ માત્ર પટેલ સમાજના મત નથી. દરેક જ્ઞાતિ ભાજપમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. આ માન્યતા વિકાસ અને દૂરંદેશીની છે. ભાજપ અને ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીનું દેશ માટે એક સપનું જોયું છે. જેની પાસે દેશ માટે કોઈ સ્વપ્ન કે યોજના નથી તે પક્ષ સાથે જનતા શા માટે જશે? જ્યારે પીએમ મોદી ગુજરાતમાંથી સીએમ બન્યા ત્યારે તેમણે એક સ્વપ્ન અને એક યોજના સાથે રાજનીતિ કરી અને જ્યારે તેઓ પીએમ બન્યા ત્યારે પણ તે જ સ્વપ્ન સાથે આગળ વધ્યા. આ જ કારણ છે કે લોકો તેમને પસંદ કરે છે.

  આ પણ વાંચો: રાતોરાત માલામાલ થયો આ ભારતીય વ્યક્તિ, કુવૈતમાં 45 કરોડની લોટરી જીતી

  'તે ગુજરાત વિધાનસભામાં સૌથી યુવા ધારાસભ્ય હશે,' આ પ્રશ્ન પર હાર્દિક કહે છે કે તેનું સંપૂર્ણ ધ્યાન વિરમગામ વિધાનસભા ક્ષેત્રના વિકાસ પર રહેશે. છેલ્લા દસ વર્ષથી અહીં કોંગ્રેસના ધારાસભ્ય છે અને આ વિસ્તારમાં કોઈ વિકાસ થયો નથી. જ્યારે હું 'ટ્રિપલ એન્જિન' કહું છું, ત્યારે તેનો અર્થ કેન્દ્ર અને રાજ્ય સરકારો સહિત સત્તાધારી પક્ષના તમામ સ્તરના નેતાઓને સામેલ કરવાનો છે. જ્યારે હું રાજકારણમાં આવ્યો ત્યારે સંજોગો અલગ હતા. મને સમજાયું કે તે ખોટું હતું. કોંગ્રેસ ગુજરાતના ગૌરવ અને અસ્મિતાની વિરુદ્ધ હતી. આજે હું ગુજરાતની ઓળખ માટે લડવા માટે પીએમ મોદી સાથે ઉભો છું.
  Published by:rakesh parmar
  First published:

  Tags: 2022 Assembly elections, Assembly Election 2022, Assembly elections, Hardik Patel Patidar, Patidar Leader Hardik Patel

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन