Ahmedabad police constable: અમદાવાદ શહેરના મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ‘પતિ, પત્ની ઔર વો’નો કિસ્સો ચોપડે નોંધાયો છે. પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની જાણ થતા જ પરણીતા એ આ અંગે તેના પતિ સાથે વાત કરી તો તે મારો ફોન કેમ ચેક કર્યો તેમ કહી બોલા ચાલી ઝઘડો કર્યો અને મન ફાવે તેમ ગાળો બોલીલ હતી.
અમદાવાદ: અમદાવાદ શહેરના મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ‘પતિ, પત્ની ઔર વો’નો કિસ્સો ચોપડે નોંધાયો છે. પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની જાણ થતા જ પરણીતા એ આ અંગે તેના પતિ સાથે વાત કરી તો તે મારો ફોન કેમ ચેક કર્યો તેમ કહી બોલા ચાલી ઝઘડો કર્યો અને મન ફાવે તેમ ગાળો બોલીલ હતી. એટલું જ નહીં આરોપીએ વધીએ તેની પત્નીને છૂટાછેડા આપી દેવા માટે પણ વાત કરી હતી અને ઘરમાંથી કાઢી મૂકી હતી. આથી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તે મારો ફોન કેમ ચેક કર્યો: પોલીસ કોન્સ્ટેબલ
અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ અને સાસુ-સસરા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવેલ છે. પરણીતાનો પતિ પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. જો કે લગ્નના છ મહિના સુધી તેને સારી રીતે રાખતો હતો. બાદમાં તેના સાસુ સસરા તેની સાથે નાની નાની વાતોમાં ઝઘડો કરવા લાગતો અને કોઈપણ કામ કરે તો કામમાં વાંધા કાઢીને તેના સાસુ તેને મેણા ટોણા મારતા હતા. આમ રોજ પરિણીતાને આ લોકો વારંવાર હેરાન પરેશાન કરતા હતા. પરંતુ પરિણીતા આ બધુ સહન કરતી હતી.
છ મહિના પહેલા બપોરના સમયે જ્યારે પરણીતાનો પતિ ઘરે હાજર હતો ત્યારે તેના whatsappમાં મેસેજ આવ્યો હતો. જેથી પરણીતાને શંકા જતા વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેના પતિને અન્ય કોઈ સ્ત્રી સાથે આડા સંબંધ છે. જે અંગે પરિણીતાએ તેના પતિને વાત કરી સમજાવવાનો પ્રયત્ન કરતા તેનો પતિ ઉશ્કેરાઈ ગયેલો અને તે મારો ફોન કેમ ચેક કર્યો તેમ કહી તેની સાથે બોલા ચાલી બાદ ઝઘડો કર્યો હતો. જ્યારે આ બાબતની જાણ તેણે તેના સાસુ સસરા ને કહી તો તેમણે કહ્યું હતું કે, ‘અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખવાએ તો નાની બાબત કહેવાય અને જો તારે મારા દીકરા સાથે રહેવું હોય તો રે નહીં તો છૂટાછેડા આપી દે.’
જો કે ફરીથી આ યુવતીનો મેસેજ તેના પતિના મોબાઇલમાં આવતા પરિણીતાએ તેના પતિ સાથે વાત કરી તો તેણે કહ્યું હતું કે, તને એકવાર મારા ફોનને ચેક કરવાની ના પાડેલ હતી તો કેમ મારો ફોન ચેક કર્યો? આ દરમિયાન બોલાચાલી બાદ ઝઘડો કરી બે ત્રણ લાફા મારી દીધા હતા. બાદમાં પરણિતાને તેના પિયર મૂકી ગયેલ તેમજ છૂટાછેડા આપવાની પણ વાત કરી હતી. જેથી આ અંગે પરણીતાએ પોલીસને કરતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.