અમદાવાદ: 31 ડિસેમ્બરની ઉજવણી આજે પૂરજોશમાં સમગ્ર રાજ્યમાં થવાની છે ત્યારે રાજ્ય પોલીસે પણ 31 ડિસેમ્બરના પગલે ચુસ્ત વ્યવસ્થા એ ગોઠવી દીધી છે. 33 જિલ્લાઓમાં આવેલા 700 જેટલા પોલીસ સ્ટેશનમાં 31 ડિસેમ્બરને લઈ ખાસ તૈયારીઓની સૂચના રાજ્ય સરકારના પોલીસ વિભાગના કાયદો વ્યવસ્થાના ઇન્ચાર્જ બીજેપી વિકાસ સહાય તમામ અધિકારી અને કર્મચારીઓને ખાસ સુચનાઓ આપી છે.
આ અંગે માહિતી આપતા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસ દ્વારા પાંચ મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં મહિલા સુરક્ષા દારૂબંધી ટ્રક સામે કડક કાર્યવાહી અસામાજિક તત્વો સામે લાલ આંખ અને ટ્રાફિક વ્યવસ્થા ના મુદ્દાઓ મુખ્ય છે વિકાસ સહાય એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, નવા વર્ષની ઉજવણીને લઈ ગુજરાતના તમામ જિલ્લામાં લોકો શાંતિથી ઉજવણી કરે તે માટે વ્યવસ્થા કરી છે. મહિલા સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ૭૦૦ પોલીસ સ્ટેશનમાંથી ૬૦૦ પોલીસ સ્ટેશનમાં સી ટીમ બનાવવામાં આવી છે.
દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. દારૂ બંધ માટે ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે. છેલ્લા દિવસોમાં ૬૫૦ જેટલા વિદેશી દારૂના કેસ કરવામાં આવ્યા છે. દારૂ બંધ માટે ૩૦૦૦ જેટલા બ્રેથ એનેલાઇજરની વ્યવસ્થા કરવામાં આવી છે. ફાર્મહાઉમાં અને રોડ પર ચેકીંગ કરવામાં આવશે.
ડ્રગ માટે તેની તપાસ માટે ખાસ કીટની વ્યવસ્થા કરવામાં આવી છે. ચાર મહાનગરમાં પોલીસને આ કીટ આપવામાં આવી છે. ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
તે માટે સીસીટીવીનું યોગ્ય મોનિટરીંગ સિનિયર અધિકારી દ્વારા કરવામાં આવશે. અસામાજીક તત્વોએ કોઈ ઘટના ન કરે તે માટે કોમીબિગ નાઈટનું આયોજન કરવામાં આવી છે.