ઉદેપુરથી રવાના થતાં હાર્દિક પટેલે શું કહ્યું? જાણો

Haresh Suthar | Pradesh18
Updated: January 17, 2017, 11:14 AM IST
ઉદેપુરથી રવાના થતાં હાર્દિક પટેલે શું કહ્યું? જાણો
કોર્ટના આદેશથી છ મહિના રાજસ્થાનમાં રહ્યા બાદ પાસ નેતા હાર્દિક પટેલનું આજે ગુજરાત આગમન થવાનું છે. હાર્દિક પટેલને આવકારવા માટે પાટીદાર યુવાઓ મોટી સંખ્યામાં રતનપુર બોર્ડરે પહોંચી રહ્યા છે. આ સંજોગોમાં ઉદેપુર છોડતાં પહેલા હાર્દિક પટેલે ન્યૂઝ18 ઇટીવી સાથે ખાસ મુલાકાત કરી હતી. આવો જાણીએ હાર્દિક પટેલે શું કહ્યું?
Haresh Suthar | Pradesh18
Updated: January 17, 2017, 11:14 AM IST
ઉદેપુર #કોર્ટના આદેશથી છ મહિના રાજસ્થાનમાં રહ્યા બાદ પાસ નેતા હાર્દિક પટેલનું આજે ગુજરાત આગમન થવાનું છે. હાર્દિક પટેલને આવકારવા માટે પાટીદાર યુવાઓ મોટી સંખ્યામાં રતનપુર બોર્ડરે પહોંચી રહ્યા છે. આ સંજોગોમાં ઉદેપુર છોડતાં પહેલા હાર્દિક પટેલે ન્યૂઝ18 ઇટીવી સાથે ખાસ મુલાકાત કરી હતી. આવો જાણીએ હાર્દિક પટેલે શું કહ્યું?

પાસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે, ગાંધીજી અને સરદાર પટેલ અને કૃષ્ણરાવજી મહારાજના શૌર્યને નમન કરુ છું. આ ભૂમિમાં આવીને ખેડૂતો, યુવાનો માટેની લડાઇ ફરીથી લડવા તૈયાર છીએ. પાટીદાર સમાજમાં ખેડૂતો છે, યુવાનો બેરોજગાર છે. સમાજની લડાઇ લડીશું. એવા લોકો સામે લડીશું કે જેમને સમાજ સામે અત્યાચાર કર્યો છે. આંદોલન શાંતિથી ચાલુ રહેશે. કોઇ પણના ડર વિના આંદોલન ચાલું રહેશે.

સમાજના હિતમાં નિર્ણય લેવાય તો અમે તૈયાર છીએ બાકી સમાજને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરાય તો સરકાર સાથે બેઠક કરીને શું કરીશું.

હું કોઇ નેતા નથી કે લીડર નથી. હું એક યુવા છું. સમાજને ન્યાય અપાવવા માટે લડતો રહીશ. રાજ્યનો કે દેશનો યુવા મીટ માંડીને બેઠો છે ત્યારે જય ભીમ, જય મહારાણા, ભગતસિંહ જેવા મહાન પુરૂષોના વિચારો સાથે યુવાઓને ન્યાય અપાવશું.

એસપીજી અંગે શું મુલાકાત કરવી ગુનો નથી. અમારા મુદ્દા અમે એમની સાથે પહોંચાડી શકીએ એ માટે અમે મુલાકાત કરીએ છીએ. લોકોને પણ ખબર પડે કે આ એવી સરકાર છે કે જે ફિક્સ પગારદારનો પ્રશ્ન હોય કે સમાજનો સરકાર કેટલી જવાબદાર છે.
First published: January 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर