Home /News /ahmedabad /Gujarat Paper Leak: પેપર લીક કરનારા મુખ્ય આરોપી જીતને ગુજરાત લવાયો, થઈ શકે છે મોટા ખુલાસા

Gujarat Paper Leak: પેપર લીક કરનારા મુખ્ય આરોપી જીતને ગુજરાત લવાયો, થઈ શકે છે મોટા ખુલાસા

પેપર લીકના કેસમાં મુખ્ય આરોપીને ગુજરાત લવાયો

Gujarat Paper Leak: પેપર ફૂટવાની ઘટનામાં તેલંગાણાથી પકડાયેલા મુખ્ય આરોપી જીત નાયકને ગુજરાત લાવવામાં આવ્યો છે. આરોપી હૈદરાબાદની એ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો ત્યાં જુનિયર ક્લાર્કના પેપર છપાયા હતા. જીત નાયકે લીક કરેલું પેપર તેલંગાણાથી બિહાર પહોંચ્યું હતું અને પછી તેને ગુજરાતમાં લાવવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ ગુજરાત પેપર લીક કેસ (Gujarat Paper Leak)માં ગુજરાત એન્ટી ટેરર સ્ક્વોડ (Gujarat ATS) દ્વારા સફળ કામગીરી કરવામાં આવી રહી છે. હૈદરાબાદથી પકડાયેલા મુખ્ય આરોપી જીત નાયકને વહેલી સવારે ગુજરાત લાવવામાં આવ્યો છે. વડોદરામાં ATS દ્વારા પેપર લઈને આવેલા શખ્સની ધરપકડ બાદ જીત નાયક સહિત 16ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 5 આરોપીઓ ગુજરાતના જ્યારે 11 આરોપીઓ ગુજરાત બહારના છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB Junior Clerk Exam) દ્વારા પેપર લીક થયાની માહિતી મળ્યા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કુલ 1181 જગ્યાઓ માટે 9 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી છે.

પેપર લીક કરનાર મુખ્ય આરોપીને ગુજરાત લવાયો


ગુજરાત ATSની ટીમ પેપર હૈદરાબાદની કેએલ હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાની વિગતો અને આમાં ત્યાં કામ કરતા જીત નાયકની સંડોવણી હોવાની વિગતો મળતા તેની રવિવારે હૈદરાબાદથી ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપી જીત નાયકને સોમવારે વહેલી સવારે એટીએસની ટીમ ગુજરાત લઈને પહોંચી છે. હવે આરોપી જીતની પૂછપરછમાં વધુ કેટલાક મહત્વના ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ સુરતઃ લૂઝ પેકિંગમાં iPhone લાવીને ખેલ પાડતા હતા, બે પકડાયા

હૈદરાબાદથી બિહાર થઈને પેપર ગુજરાત પહોંચાડાયું


જુનિયર ક્લાર્કના પેપર છપાયા તે હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાં લેબર તરીકે કામ કરતા જીતે પેપર લીક કરીને તે તેના સગા પ્રદીપ નાયકને આપ્યું હતું. આ પછી પ્રદીપે પેપર બિહારના મુરારી પાસવાનને પેપર આપ્યું હતું. મોરારી અને પીન્ટુ રાય નામનો શખ્સ ગુજરાતની પેપર ફોડ ટોળકીના સંપર્કમાં હતો. આ પછી પેપરને હૈદરાબાદમાં ફોડ્યા બાદ બિહાર થઈને ગુજરાતમાં લાવવામાં આવ્યું હતું.

GPSSB Paper Leak
ગુજરાત પેપર લીક કેસમાં પકડાયેલા આરોપીઓ



નોંધનીય છે કે, 30મીએ 11 વાગ્યે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી. જોકે, પરીક્ષા યોજાય તે પહેલા જ પેપર લઈને વડોદરામાં બેઠેલા ગઠીયાઓને ગુજરાત એટીએસની ટીમે દરોડા પાડીને પકડી પાડ્યા હતા. આ પછી આ પેપર ફોડની ઘટનાના તાર ગુજરાત બહાર જોડાયેલા હોવાની વિગતો મળી હતી. જેના આધારે તપાસ કરીને જીતને તેલંગાણામાંથી દબોચી લેવામાં આવ્યો હતો.


5થી 15 લાખમાં પેપર વેચવાનો હતો પ્લાન


પેપર ફોડ્યા બાદ આરોપીઓ 15 દિવસથી તે લઈને ફરતા હતા પરંતુ તેમને કોઈ ખરીદનાર મળતું નહોતું, આ પછી છેલ્લી ઘડીએ તેઓ પેપર વેચવાની ફિરાકમાં હતા અને ઝડપાઈ ગયા હતા. ખરીદનારની શક્તિ જાણીને પેપર 5 લાખથી 15 લાખ સુધીની કિંમતે વેચવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.
First published:

Tags: Gujarat ATS, Gujarat police, Gujarati news, Paper leak, ગુજરાતી સમાચાર, પેપર લીક