અમદાવાદ: ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે. 12 ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે. મુખ્યમંત્રી 12 ડિસેમ્બરે બપોરે 1થી 3 વાગ્યામાં શપથ લેશે. પીએમ ઓફીસે 12 ડિસેમ્બરે 1થી 3 વાગ્યાના સમયની ફાળવણી કરી છે. જ્યારે આજે સાંજે 4 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા સી. આર. પાટીલ દિલ્હી જશે. દિલ્હી ખાતે મંત્રીમંડળના નામને લઈને ચર્ચા થશે. ત્યાર બાદ તેમના નામ પર અંતિમ મહોર લાગશે.
12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધિ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભારતીય જનતા પાર્ટી એક્શનમાં આવી છે. હવે મંત્રીમંડળની રચના માટે ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, અર્જુનસિંહ મુંડાની તેમજ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાને નિરીક્ષકની જવાબદારી સોંપાઈ છે. આ નરીક્ષકોની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રીના નામ પર મહોર મારવામાં આવી છે. 12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધિ યોજાશે.
સીએમ પદ માટે ભૂપેન્દ્ર પટેલના નામ પર માહોર લાગ્યા બાદ તેઓ રાજભવન પહોંચ્યા હતા. તેમણે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલ ફરી એક વખત રાજ્યનું સુકાન સંભાળવા જઇ રહ્યા છે. આજે ભાજપની મળેલી વિધાનસભા દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કનુભાઇ દેસાઇએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બેઠકમાં આ પ્રસ્તાવ પાસ થયો છે. આમ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની સત્તાવાર જાહેર થઇ છે. ફરી ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે.
સાંજે 4 કલાકે દિલ્લી રવાના થશે બંને નેતા
સી. આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. ચૂંટણીમાં શાનદાર જીત બાદ હવે ભાજપે નવી સરકાર બનાવવાની કવાયત તેજ કરી છે. આજે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક પૂર્ણ થયા બાદ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ દિલ્હી જવા રવાના થશે. જ્યાં કેન્દ્રિય ગૃહમંત્રી અને PM મોદી સાથે મુલાકાત કરશે. જ્યારે નવા મંત્રીમંડળની યાદી અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે.