Home /News /ahmedabad /ગુજરાતમાં કોરોના વાયરસે ફરીવાર કહેર મચાવ્યો, 50થી વધુ કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદ શહેરમાં

ગુજરાતમાં કોરોના વાયરસે ફરીવાર કહેર મચાવ્યો, 50થી વધુ કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદ શહેરમાં

ફાઇલ તસવીર

કોરોના વાયરસે ફરી એકવાર માથું ઉંચક્યું છે. ઘણાં દિવસો બાદ કોરોનાએ અડધી સદી ફટકારી છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 50થી વધુ કેસ નોંધાયા છે.

અમદાવાદઃ કોરોના વાયરસે ફરી એકવાર માથું ઉંચક્યું છે. ઘણાં દિવસો બાદ કોરોનાએ અડધી સદી ફટકારી છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 51 કેસ નોંધાયા છે. ત્યારે ફરી એકવાર ગુજરાતવાસીઓએ સાવચેતી રાખવાની જરૂર છે.

કોરોના કેસની વિગતવાર માહિતી  • અમદાવાદ કોર્પોરેશન - 32

  • રાજકોટ - 6

  • ભાવનગર કોર્પોરેશન - 3

  • સુરત કોર્પોરેશન - 3

  • સાબરકાંઠા - 2

  • ગીર-સોમનાથ - 1

  • પોરબંદર - 1

  • સુરત - 1

  • સુરેન્દ્રનગર - 1

  • વડોદરા કોર્પોરેશન - 121 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા


આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 51 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 181 એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,047 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
First published:

Tags: Ahmedabad news, Coronavirus, Coronavirus cases, Covid 19 coronavirus cases, Gujarat coronavirus cases

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો