Home /News /ahmedabad /

અમદાવાદના વાસણા બેરેજમાંથી 1957 ક્યુસેક પાણી છોડાતા 12 ગામોને એલર્ટ કરાયા

અમદાવાદના વાસણા બેરેજમાંથી 1957 ક્યુસેક પાણી છોડાતા 12 ગામોને એલર્ટ કરાયા

આણંદમાં સાબરમતી નદીમાં પાણી છોડાયું હોવાથી તારાપુરના 12 ગામોને એલર્ટ કરાયા છે.

સાબરમતી નદીમાં પાણી છોડાયું હોવાથી તારાપુરના 12 ગામોને એલર્ટ કરાયા છે. વાસણા બેરેજમાંથી 1957 ક્યુસેક પાણી છોડાતા નદી કાંઠે પશુ ચરાવવા ન જવા સૂચન કરાયુ છે.

    ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર (Rainfall in Gujarat) વરસાદ બાદ સાબરમતી નદી (Sabarmati River)માં પાણીની મોટા પાયે આવક થઇ રહી છે ત્યારે સાબરમતી નદી (Sabarmati River Alert)માં આજે 1957 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખતા આણંદમાં સાબરમતી નદીમાં પાણી છોડાયું હોવાથી તારાપુરના 12 ગામોને એલર્ટ કરાયા છે. વાસણા બેરેજમાંથી 1957 ક્યુસેક પાણી છોડાતા નદી કાંઠે પશુ ચરાવવા ન જવા સૂચન કરાયુ છે. તલાટીઓને ડિઝાસ્ટરને લઈ સતર્ક રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.

    રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જળાશયો ઓવરફ્લો થયા છે. ત્યારે આણંદમાં સાબરમતીમાં પાણી છોડાયા હોવાથી તારાપુરના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. આણંદમાં વાસણા બેરેજમાંથી 1957 ક્યુસેક પાણી છોડાતા નદી કાંઠે પશુ ચરાવવા ન જવાની સૂચના આપવામાં આવી છે. આણંદના તલાટીઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.



    તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજે (રવિવારે) બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 15 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે.

    આ પણ વાંચો- નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા

    16 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 84 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 133 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે ચાલુ સિઝનમાં રાજ્યમાં સામન્ય કરતાં વધુ વરસાદની સંભાવના દર્શાવી હતી. જે સાચી ઠરે તો નવાઈ નહીં. કારણ કે હજુ પણ વરસાદનો એક મહિનો બાકી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ahmedabad news, Gujarat monsoon, Gujarat monsoon 2022, Rainfall in Gujarat, Sabarmati river

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन