Home /News /ahmedabad /

દેશમાં નૈઋત્યના ચોમાસાનું આગમન, ગુજરાતમાં ચોમાસું ક્યારે? રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ કેટલો વરસાદ પડ્યો?

દેશમાં નૈઋત્યના ચોમાસાનું આગમન, ગુજરાતમાં ચોમાસું ક્યારે? રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ કેટલો વરસાદ પડ્યો?

ગુજરાતમાં ચોમાસું ક્યારે?

Gujarat Monsoon 2022: હવામાન નિષ્ણાતોનું માનીએ તો આ વર્ષે ગુજરાતમાં જૂનના પ્રારંભથી જ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જે બાદમાં 15મી જૂન સુધીમાં વરસાદનું આગમન થઈ શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સોમાસાનું આગમન થોડું મોડું થઈ શકે છે.

વધુ જુઓ ...
    ગાંધીનગર: ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. હવામાન વિભાગ (Weather Department)ના અંદાજ પ્રમાણે રાજ્યમાં આ વર્ષ ચોમાસું વહેલું આવી પહોંચશે. ગુજરાતમાં આ વર્ષે 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન (Gujarat Monsoon 2022) થઈ જાય તેવી સંભાવના છે. જોકે, ચોમાસાના આગમન સુધી લોકોએ અસહ્ય ગરમીનો ત્રાસ સહન કરવો પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. જેના અનુસંધાને આગામી ચારથી પાંચ દિવસ સુધી કેરળ, કર્ણાટક સહિતના દરિયાકાંઠાના વિસ્તરોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે.

    કેરળમાં ચોમાસાનું આગમન ક્યારે?


    અંદાજ પ્રમાણે કેરળમાં 27મી મેથી પહેલી જૂનના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ શકે છે. કેરળમાં વરસાદના આગમન બાદ સામાન્ય રીતે 15-20 દિવસમાં ગુજરાતમાં પણ વરસાદનું આગમન થતું હોય છે. આ વર્ષે પણ દેશમાં ચોમાસું સામાન્ય રહેશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થતું હોય છે. દક્ષિણમાં વરસાદના આગમન બાદ ચારથી પાંચ દિવસમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદ પડતો હોય છે.

    આ વર્ષે રાજ્યમાં વહેલું ચોમાસું


    હવામાન નિષ્ણાતોનું માનીએ તો આ વર્ષે ગુજરાતમાં જૂનના પ્રારંભથી જ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જે બાદમાં 15મી જૂન સુધીમાં વરસાદનું આગમન થઈ શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સોમાસાનું આગમન થોડું મોડું થઈ શકે છે.


    ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં પડેલો વરસાદ


    ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના વરસાદના ડેટા તપાસીએ તો પાંચમાંથી ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં સરેરાશથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે બે વર્ષ સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે.

    છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં પડેલો સરેરાશ વરસાદ



































    વર્ષ  વર્ષ   સરેરાશ વરસાદ
    201735.77112.18%
    201825.176.73%
    201946.95146.17%
    202044.77136.85%
    202132.5698.48%

    છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં ચોમાસાનું આગમન ક્યારે થયું?













































    વર્ષતારીખ
    201113 જૂન
    201217 જૂન
    20139 જૂન
    201415 જૂન
    201513 જૂન
    20122 જૂન
    201712 જૂન
    201823 જૂન
    201925 જૂન


    અંબાલાલ પટેલની આગાહી


    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે, રાજ્યમાં ચોમાસું કોઈ વર્ષે વહેલું તો ક્યારેક મોડું પણ આવતું હોય છે. જેની ચોમાસા ઉપર વિપરીત અસર પડતી હોય છે. પરંતુ આ વર્ષનું ચોમાસું 15 જૂનની આસપાસ શરૂ થવાનું અનુમાન છે. શરૂઆતનું ચોમાસુ સારું રહેશે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા કોઈપણ ઋતુ શરૂ થાય તેના પહેલા લાંબાગાળાની આગાહી કરતા હોય છે. જે પ્રમાણે દેશમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: IMD, Weather department, ગુજરાત, ચોમાસુ

    આગામી સમાચાર