Home /News /ahmedabad /

Gujarat Monsoon 2022: અરવલ્લીના ધનસુરામાં ત્રણ ઇંચ વરસાદ; ડીસામાં વરસાદ સાથે માછલીઓ વરસતા અચરજ!

Gujarat Monsoon 2022: અરવલ્લીના ધનસુરામાં ત્રણ ઇંચ વરસાદ; ડીસામાં વરસાદ સાથે માછલીઓ વરસતા અચરજ!

ડીસામાં માછલીઓનો વરસાદ

Gujarat Monsoon 2022: મંગળવારે સવારે છ વાગ્યા પૂર્ણ થતા 24 કલાક દરમિયાન રાજ્યના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે 70 MM વરસાદ ધનસુરામાં નોંધાયો છે.

    અમદાવાદ: ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન (Gujarat Monsoon onset) થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવાર સુધી ચોમાસું (Gujarat monsoon 2022) સુરત સુધી પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતના 111 તાલુકામાં વરસાદ (Gujarat rainfall) નોંધાયો છે. જેમાં સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ અરવલ્લી જિલ્લાના ધનસુરામાં પડ્યો છે. બીજી તરફ ડીસાના એક ગામ ખાતે વરસાદ સાથે માછલીઓનો વરસાદ થતાં કુતૂહલ સર્જાયું છે.

    ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?


    મંગળવારે સવારે છ વાગ્યા પૂર્ણ થતા 24 કલાક દરમિયાન રાજ્યના 111 તાલુકામાં વરસાદ (Gujarat monsoon 2022) નોંધાયો છે. જેમાં સૌથી વધારે 70 MM વરસાદ ધનસુરા (Dhansura Rain)માં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાત તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 18 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

    ક્યાં કેટલો વરસાદ













































































    તાલુકોવરસાદ (MM)
    ધનસુરા70
    દસાડા68
    માણસા65
    ચોટીલા58
    ચુડા54
    વિજયનગર50
    મોડાસા50
    સિદ્ધપુર48
    વડગામ46
    નડિયાદ42
    રાધનપુર40
    બગસરા38
    બેચરાજી34
    દાંતીવાડા32
    અંજાર30
    જામજોધપુર30
    વઢવાણ29

    માછલીનો વરસાદ


    ડીસા પંથકમાં અચરજ પમાડતી એક ઘટના બની છે. રાત્રે ભીલડી પંથકમાં એક ખેતરમાં વરસાદ સાથે માછલીઓ પણ વરસી (Fish rain) હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ડીસા તાલુકાના ખેંટવા ગામ (Khentva Village) ખાતે બાબુભાઈ દેસાઈ નામના ખેડૂતના ખેતરમાં માછલીઓનો વરસાદ થયો હતો. ખેડૂતનો દાવો છે કે વરસાદની સાથે સાથે તેમના ખેતરમાં નાની માછલીઓનો પણ વરસાદ થયો હતો. એક હકીકત એવી પણ સામે આવી છે કે જે ખેતરમાં માછલીઓનો વરસાદ થયો છે ત્યાં આસપાસ કોઈ નદી કે તળાવ પણ નથી. આ અંગેની જાણ થયા બાદ લોકો માછલીઓને જોવા માટે દોડી ગયા હતા.


    હવામાન વિભાગની વરસાદની આગાહી


    હવામાન વિભાગ (Meteorological Department)ના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. આ દરમિયાન થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી (Thunderstorm Activity) પણ જોવા મળશે. આ સાથે જ લોકોને ગરમીથી રાહત મળશે. 17મી તારીખથી ફરીથી વરસાદનું જોર વધશે.



    આ ઉપરાંત આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે. હવામાન વિભાગની એવું પણ કહેવું છે કે આગામી 48 કલાક સુધીમાં ચોમાસું આગળ વધી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો તે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર