Home /News /ahmedabad /Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, અમદાવાદ સહિત ઠેકઠેકાણે વરસાદ

Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, અમદાવાદ સહિત ઠેકઠેકાણે વરસાદ

અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી થઇ છે.

આજે જુનાગઢ માળીયા હાટીમાં તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદી માહોલને લઈને માંગરોળ તેમજ ચોરવાડના દરીયામાં કરંટ જોવા મળ્યો છે. જ્યાં સાત ફુટ જેટલા મોજા ઉછળ્યા છે. અને બપોર બાદ પણ માળીયા હાટીના તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી જાપટાં પડ્યા છે. 

વધુ જુઓ ...
મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Monsoon 2022) ખાબક્યા બાદ ગુજરાત (Gujarat Monsoon 2022)માં પણ ચોમાસુ આગળ વધી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Monsoon) આજે 11મી જૂન નારોજ મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગોમાં પહોંચી ગયું છે. કોંકણના મોટાભાગના ભાગો (મુંબઈ સહિત), મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક ભાગોમાં ચોમાસુ આગળ વધ્યું છે. ત્યાં જ આગામી 48 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, કોંકણના બાકીના ભાગો અને ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદનું આગમન થઇ ગયું છે. ત્યાં જ રાજ્યના રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ, બોટાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે.

જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળશે. હાલમાં મહારાષ્ટ્ર મુંબઈ તરફ ચોમાસાની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે, આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે. ત્યાં જ  ભેજવાળા પવનને લઈને વરસાદી માહોલ રહેશે. વાતાવરણ બદલાતા તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે.



આજે જુનાગઢ માળીયા હાટીમાં તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદી માહોલને લઈને માંગરોળ તેમજ ચોરવાડના દરીયામાં કરંટ જોવા મળ્યો છે. જ્યાં સાત ફુટ જેટલા મોજા ઉછળ્યા છે. અને બપોર બાદ પણ માળીયા હાટીના તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી જાપટાં પડ્યા છે. વરસાદ પડતાં રોડ ઉપર ખાડા ખાબોચીયા છલકાયા છે. જયારે બાળકોએ પ્રથમ વરસાદમાં નાહવાની પણ મોજ માણી રહ્યા છે. જેથી ગરમીમાંથી લોકોને થોડી રાહત મળી છે.

આ પણ વાંચો-યુક્રેનથી પરત ફરેલા મેડિકલના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ શિક્ષણ ન મળતા મુકાયા મૂંઝવણમાં

આજે જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે ગિરનાર પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેથી યાત્રીકોએ અંબાજી મંદિરમાં આશરો લીધો છે.  અંદાજીત એક કલાક વરસાદનુ જોર રહ્યું છે. જોક આ દરમિયાન ભારે પવન અને વરસાદને લઈ રોપ વે સેવા ખોરવાઈ હતી.



બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. જેમાં નવલગઢ, ખાંભડા સીતાપુર સહીતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આખા દિવસના ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી છે.

આ પણ વાંચો- રવિવારે કચ્છમાં જામશે રાજકીય ગરમાવો, ઓવૈસીની મહાસભા તો કરણી સેનાની મહારેલી યોજાશે

બરવાળા શહેર સહિત સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ છે. અતિભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બરવાળા તાલુકાના ચોકડી, ભીમનાથ, નભોઈ, પીપરીયા, બેલા, ખાંભડા, રામપરા, કાપડીયાળી, નાવડા સહિતના ગામોમાં વરસાદ ખાબકી રહ્યો છે. સમગ્ર તાલુકામાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

વલસાડ જિલ્લાના 3 તાલુકાઓમાં મેઘરાજાની પધરામણી થઇ છે.
વલસાડ અને ધરમપુર બાદ કપરાડામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. કપરાડા રાજ્યનું ચેરાપુંજી વરસાદી માહોલમાં પ્રકૃતિની સુધરતાંના દ્રશ્યો સર્જાયા છે. વરસાદના કારણે આહલાદક વાતાવરણ છવાયું છે. લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી છે.
First published:

Tags: Girnar in Monsoon, Gujarat monsoon 2022, Monsoon 2022, Monsoon forecast, Monsoon News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો