Home /News /ahmedabad /

Gujarat Monsoon 2022: ગુજરાતીઓને ગરમીમાંથી ક્યારે મળશે રાહત? જાણો કઇ તારીખથી બેસશે ચોમાસું?

Gujarat Monsoon 2022: ગુજરાતીઓને ગરમીમાંથી ક્યારે મળશે રાહત? જાણો કઇ તારીખથી બેસશે ચોમાસું?

અંદમાનમાં ચોમાસુ બેસી ગયા બાદ ચોમાસાને આગળ વધવાના પરિબળો સાનુકૂળ છે.

Gujarat Weather update: હવામાન વિભાગ દ્વારા પણ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે કે, 27 મેના કેરળમાં ચોમાસુ બેસી જશે અથવા તો 4 દિવસ આગળ પાછળ થઈ શકે છે.

અમદાવાદ: કાળઝાળ ગરમી વચ્ચે, ચોમાસાનું (Gujarat monsoon 2022) ક્યારે આગમન થશે અને ક્યારે વરસાદ (rainfall in Gujarat) આવશે તેની રાહ જોવા રહી છે. જોકે, 2022નું ચોમાસાનું 16 મેના અંદમાનમાં આગમન થઈ ગયું છે અને ચોમાસું કેરળ (Kerala) તરફ આગળ વધી રહ્યું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું માનવું છે કે, ચોમાસું 27 મેના કેરળમાં આગમન થવા માટે પરિબળો અનુરૂપ છે. જોકે, હવામાન વિભાગ દ્વારા પણ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે કે, 27 મેના કેરળમાં ચોમાસુ બેસી જશે અથવા તો 4 દિવસ આગળ પાછળ થઈ શકે છે. પરંતુ અંદમાનમાં ચોમાસુ બેસી ગયા બાદ ચોમાસાને આગળ વધવાના પરિબળો સાનુકૂળ છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 2022નું ચોમાસું 16ના અંદમાનમાં આગમન થઈ ગયું છે. કેરળમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 1 જૂન છે. પરંતુ ચાલુ વર્ષે 5 દિવસ વહેલું ચોમાસું બેસવાની અનુમાન છે. કેરળમાં ચોમાસુ વહેલું બેસી જાય એટલે ગુજરાતમાં પણ પહેલું બેસી જાય તેવું હોતું નથી. કેરળમાં 27મીના ચોમાસું બેસી જવાના પરિબળો અનુરૂપ છે. કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ આગળ વધતું હોય છે. મહારાષ્ટ્ર અને ગોવાના પહોંચ્યા બાદ હવામાન અનુકુળ ન હોય તો સ્થિર થઈ જાય છે એટલે કે, ગુજરાતમાં એન્ટ્રી મોડી થતી હોય છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી


કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ જોવાનું એ છે કે, ચોમાસાને આગળ વધવા માટે વાતાવરણ કેટલું અનુકૂળ રહે છે. તાપમાન, હવાની દિશા કઈ રહે છે. તેમજ Outgoing Long- wave Radiation પરથી નક્કી થશે. ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે. જોકે હાલ અનુમાન છે કે, ગુજરાતમાં ચોમાસું બેસવાની સત્તાવાર 15 જુન છે પરંતુ 15 જૂન બાદ ચોમાસા બેસવાનું અનુમાન છે.

આ પણ વાંચો: હાર્દિકના કોંગ્રેસ પર પ્રહારો

કયા પરિબળ બાદ ચોમાસાની જાહેરાત કરાય છે?

દેશમાં ચોમાસનું આગમન કેરળ થાય છે. જોકે, તિરુવનન્તપુરમ્, રામેશ્વર, કોચી આ તમામ સેન્ટરોમાં કેટલાક પરિબળો પરથી ચોમાસું બેસી ગયું તેની જાહેરાત કરવામાં આવતી હોય છે.

15 મે પછી સતત બે દિવસ સુધી 4 મિલિમિટરથી વધારે વરસાદ પડે, પશ્ચિમ દિશામાંથી 1 કલાકમાં 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય, Outgoing Long-wave Radiation એટલે કે, સૂર્ય પ્રકાશ પુથ્વી આવે છે. એ રિટર્ન થતા 300 mg સુધીનું હોય એ ઘટીને 200mg સુધી થયા જાય. આ તમામ પરિબળો એક સાથે જોવા મળે ત્યારે બાદ હવામાન ખાતા દ્વારા ચોમાસાની સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Weather Forecast, Gujarat weather update, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર