Home /News /ahmedabad /

Gujarat Rain Forecast: ગુજરાતને 72 કલાક બાદ મળી શકે છે રાહત; ત્રણ દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતને 72 કલાક બાદ મળી શકે છે રાહત; ત્રણ દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

સેટેલાઇટ તસવીર

Gujarat Rain Forecast: ત્રણ દિવસ બાદ એટલે કે 72 કલાક બાદ ગુજરાત માટે રાહતના સમાચાર આવી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 15 જુલાઈ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.

    ગાંધીનગર: દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત બાદ વરસાદ હાલ સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ (Meteorological Department) તરફથી આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર નહીં ઘટે. આ દિવસોમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ (Saurashtra extremely heavy rain) પડી શકે છે. દક્ષિણ ગુજરાત (South Gujarat heavy rain)માં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

    અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી (Manorama Mohanty)એ જણાવ્યું હતું કે, "આખા ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ વરસાદ યથાવત રહેશે. ગુજરાત વિસ્તારમાં આજે અને કાલે અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12,13 અને 14 તારીખે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાત વિસ્તારમાં 15 તારીખથી વરસાદની પ્રવૃત્તિ ઘટશે. જોકે, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે."

    ઉત્તર ગુજરાતના લોકો માટે માઠા સમાચાર


    હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતા નથી. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગરમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

    આ પણ વાંચો: ગુજરાત માટે 24 કલાક 'ભારે'

    15 જુલાઈ પછી વરસાદનું જોર ઘટશે


    હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ત્રણ દિવસ બાદ એટલે કે 72 કલાક બાદ ગુજરાત માટે રાહતના સમાચાર આવી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 15 જુલાઈ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ બાદ વરસાદથી રાહત મળી શકે છે.

    આ પણ વાંચો: ભારે વરસાદથી રાજકોટના હાલ બેહાલ

    24 કલાકમાં રાજ્યમાં પડેલો વરસાદ


    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો રાજ્યના 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં 534 એમ.એમ. નોંધાયો છે. નર્મદાના તિલકવાડામાં 508 એમ.એમ., ઉમરપાડામાં 427 એમ.એમ., સાગબારામાં 422 અને કપરાડામાં 401 એમ.એમ. વરસાદ નોંધાયો છે.



    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 11 તાલુકા એવા છે જેમાં 10 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. 84 તાલુકા એવા છે જ્યાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. 138 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Monsoon 2022, ગુજરાત, ચોમાસુ, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन