Home /News /ahmedabad /Gujarat Rain Forecast: ગુજરાત માટે 24 કલાક 'ભારે', આ 14 જિલ્લામાં પડશે અત્યંત ભારે વરસાદ; સૌરાષ્ટ્ર અને દક્ષિણના વિસ્તારો સામેલ

Gujarat Rain Forecast: ગુજરાત માટે 24 કલાક 'ભારે', આ 14 જિલ્લામાં પડશે અત્યંત ભારે વરસાદ; સૌરાષ્ટ્ર અને દક્ષિણના વિસ્તારો સામેલ

ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો રાજ્યના 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં 534 એમ.એમ. નોંધાયો છે.

અમદાવાદ: ગુજરાતમાં હાલ મેઘરાજા તોફાની બેટિંગ (Gujarat Heavy Rain) રમી રહ્યા છે. દક્ષિણ ગુજરાત (South Gujarat rain forecast) અને સૌરાષ્ટ્રના વિસ્તારો જળબંબાકાર થયા છે. આ દરમિયાન હવામાન વિભાગે (Meteorological Department) 12મી જુલાઈના સવારે 8.30 વાગ્યાથી 13મી જુલાઈના સવારે 8.30 વાગ્યાની એટલે કે 24 કલાકની વરસાદની આગાહી (Gujarat rain forecast) કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. આ દરમિયાન 14 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના (Gujarat extremely heavy rain) છે. જ્યારે અમદાવાદ શહેરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી.

અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના:


કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.

ભારેથી અતિભારે વરસાદની સંભાવના:


પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને વડોદરા.

ભારે વરસાદની આગાહી:


ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર.


24 કલાકમાં રાજ્યમાં પડેલો વરસાદ


છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો રાજ્યના 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં 534 એમ.એમ. નોંધાયો છે. નર્મદાના તિલકવાડામાં 508 એમ.એમ., ઉમરપાડામાં 427 એમ.એમ., સાગબારામાં 422 અને કપરાડામાં 401 એમ.એમ. વરસાદ નોંધાયો છે.



છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 11 તાલુકા એવા છે જેમાં 10 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. 84 તાલુકા એવા છે જ્યાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. 138 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદથી રાજકોટના હાલ બેહાલ


રાજકોટ: ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ (Rajkot heavy rain) કરી રહ્યા છે. રવિવારે અમદાવાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ હતી. નવસારી અને વલસાડ જિલ્લામાં પણ જળબંબાકારની સ્થિતિ છે. મંગળવાર સવારે રાજકોટની સ્થિતિ કંઈક આવી જ જોવા મળી રહી છે. સવારે બે કલાકમાં જ બે ઇંચથી વધારે વરસાદ ખાબકતા શહેર પાણી પાણી થઈ ગયું હતું. બીજી તરફ મંગળવારે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજકોટમાં ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.
" isDesktop="true" id="1227813" >

આજી નદીમાંથી મૃતદેહ મળ્યો


બીજી તરફ રાજકોટની આજી નદીમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. ભારે વરસાદ વચ્ચે આજી નદીમાંથી એક મૃતદેહ તરતો મળી આવ્યો છે. રાજકોટ ફાયર બ્રિગેડના જવાનોએ પુરુષની લાશને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર કાઢી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી વિધિ શરૂ કરી છે. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી છે.
First published:

Tags: Monsoon 2022, ગુજરાત, ચોમાસુ, વરસાદ