અમદાવાદ: રાજ્યની 31 જિલ્લા પંચાયત (District Panchayat), 81 નગરપાલિકા (Nagar Palica) અને 231 તાલુકા પંચાયત (Taluka Panchayat)ની યોજાયેલી ચૂંટણી બાદ હાલમાં પરિણામો સામે આવી રહ્યા છે. આ પરિણામોમાં અનેક જગ્યાએ અપસેટ સર્જાયા છે. આ સાથે જ કોર્પોરેશનની ચૂંટણીઓની જેમ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (Aam Adami Party)નો ગ્રામ્ય સ્તરે પણ ઉદય થયો છે. બીજી તરફ પેટલાદથી મોટા ન્યૂઝ આવ્યા છે. અહીં કૉંગ્રેસના વર્તમાન ધારાસભ્ય નિરંજન પટેલ (Niranjan Patel)નો કારમો પરાજય થયો છે. નિરંજન પટેલ પેટલાદ બેઠક પરથી ધારાસભ્ય છે. નિરંજન પટેલે પેટલાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 5માંથી ઉમેદવારી નોંધાવી હતી. (આ પણ વાંચો: આયેશા આપઘાત કેસ: આરોપી પતિ પકડાયો પણ તેનો મોબાઇલ ગાયબ, ક્યાં ગયો?)
ચૂંટણી પરિણામના અન્ય મહત્ત્વના અપડેટ્સ:
>> રાજકોટની ગોંડલ નગરપાલિકાની તમામ 44 બેઠક ભાજપના ફાળે ગઈ છે.
>> ગોંડલ તાલુકા પંચાયતની કુલ 22માંથી 20 બેઠક બીજેપીના ફાળે રહી છે.
>> અમરેલીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાના પત્નીને આપના ઉમેદવારે હાર આપી.
>> અમરેલી જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે.
>> અમદાવાદના અસલાલી ખાતે દેરાણી-જેઠાણી વચ્ચેના જંગમાં દેરાણીની જીત.
>> અમરેલીમાં ભાજપનો ગઢ ગણાતી ભાડેર બેઠક પર આપના ઉમેદવારની બે મતે જીત.
રાજ્યમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહીત કુલ 8,474 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 81 નગરપાલિકાની ચૂંટણીમાં 680 વોર્ડની કુલ 2,720 બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 231 તાલુકા પંચાયતની બેઠકો 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. તાલુકા પંચાયતમાં ભાજપના 4, 652 ઉમેદવાર, કૉંગ્રેસના 4,594 ઉમેદવારો, આપના 1,067 ઉમેદવારો મેદાનમાં છે.
2015માં થયેલી ચૂંટણીની વાત કરવામાં આવે તો પાટીદાર આંદોલન વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી 23થી વધુ જિલ્લા પંચાયતો કૉંગ્રેસના ફાળે ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર