Home /News /ahmedabad /કોંગ્રેસને ઝટકો! રાજ્ય ચૂંટણી પંચે સ્ટાર પ્રચારની યાદી અમાન્ય ગણી, ઉમેદવારોનું સભ્યપદ સંકટમાં, કોંગ્રેસ દોડતી થઈ

કોંગ્રેસને ઝટકો! રાજ્ય ચૂંટણી પંચે સ્ટાર પ્રચારની યાદી અમાન્ય ગણી, ઉમેદવારોનું સભ્યપદ સંકટમાં, કોંગ્રેસ દોડતી થઈ

પ્રતિકાત્મક તસવીર

જે સ્થળો પર કોંગ્રેસ સિનિયર નેતાઓ ગયા હશે તેમનો તમામ ખર્ચ ઉમેદવાર પર જશે. જો આ ખર્ચ ૬ લાખની મર્યાદા કરતા વધશે તો ચૂંટાયેલ કાઉન્સિલરનું પદ પણ સંકટમાં

અમદાવાદ : ગુજરાતમા છ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામ કોંગ્રેસ માટે મોટો ઝટકો મળ્યો હતો . સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષ પોતાની ખાતું પણ ન ખોલી રકાસ રીતે હાર મળી હતી . ત્યારે ફરી એક ઝટકો ચૂંટણી પંચના પત્રે કોંગ્રેસ પક્ષને આપ્યો છે. ચૂંટણી પંચના એક પત્રોએ આખી કોંગ્રેસ પક્ષને દોડતી કરી નાંખી છે. પ્રદેશ કોંગ્રસ દ્વારા મહાનગર પાલિકાના ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી સમય મર્યાદમાં ન આપતા કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી અમાન્ય ગણવામા આવી છે. જેના પગલે હવે ચૂંટાયેલા કોંગ્રેસના ઉમેદવારોનું પણ સભ્ય પદ સંકટમાં મુકાયું ગયું છે. એટલે કે, સભ્યોને ચૂંટણી ખર્ચ માટે ૬ લાખની મર્યાદા આપી છે. એટલે કે, ચૂંટણી પંચ ઉમેદવાર ખર્ચમાં જ તેમના સિનિયર નેતાઓના પ્રચારનો ખર્ચે પણ ઉમેરો કરવામાં આવશે.

ન્યુઝ૧૮ ગુજરાત સાથે ખાસ વાતચિત કરતા અરજકર્તા સંતોષસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, જો ચૂંટણી પંચના નિયમ અનુસાર જઇએ તો હાલ કોંગ્રેસ ચૂંટાયેલા ઉમેદવારોનું પદ સંકટમાં મુકાયું છે, ચૂંટણી પંચ દ્વારા આ વખતે ખર્ચની બાબતમાં પારદર્શિતા લાવવા માટે વિશેષ જોગવાઇ કરાઇ હતી. જેમા મહાનગરપાલિકા માટે સ્ટાર પ્રચારકો યાદી ઉમેદવારોની આખરી યાદી તૈયાર થવાની તારીખ સુધી ચૂંટણી પંચને જમા કરવાની હતી. જેમા ભાજપ અને આપ દ્વારા યાદી સમય મર્યાદામાં અપાઇ હતી. પંરતુ કોંગ્રેસ પક્ષે સમયમર્યાદા વચ્ચે પોતાની યાદી ચૂંટણી પંચ સમક્ષ આપી ન હતી, પણ આખરી ઘડીએ યાદી કોંગ્રેસના પક્ષ દ્વારા આપવામાં આવી છે, તેથી આ યાદી મહાનગરપાલિક માટે અમાન્ય રહી છે.

આ પણ વાંચોઅમદાવાદ : રેલવે કોરિડોરના ડફનાળાનો લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 3 લોકો દટાયા, 1નું મોત

તો સાથે જિલ્લા, તાલુકા અને નગરપાલિકા માટે સ્ટાર પ્રચાર યાદી માન્ય ગણી છે. પરંતુ મહાનગર પાલિકા ચૂંટણી પ્રચાર માટે યાદી કોંગ્રેસ પક્ષ ચૂંટણી પંચને જમા ન કરી તેથી કોંગ્રેસ ઉમેદવાર પર તેનો ખર્ચો ઉમેરવામા આવશે. આ ઉપરાંત જે સ્થળો પર કોંગ્રેસ સિનિયર નેતાઓ ગયા હશે તેમનો તમામ ખર્ચ ઉમેદવાર પર જશે. જો આ ખર્ચ ૬ લાખની મર્યાદા કરતા વધશે તો ચૂંટાયેલ કાઉન્સિલરનું પદ પણ સંકટમાં મુકાશે.

આ પણ વાંચોપેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઘટશે? મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી ડેડલાઈન

ચૂંટણી પંચ દ્વારા ચાર ફ્રેબુઆરીના રોજ આ સરક્યુલર તમામ રાજકિય પાર્ટીઓને કરવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચના સરક્યુલરનો યોગ્ય જવાબ સમયસર ન મળતા ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસ પક્ષની મહાનગરપાલિક સ્ટાર પ્રચારકની યાદી અમાન્ય ગણી છે. મહાનગરપાલિકા માટે ઉમેદવારો માટે ખર્ચે ૬ લાખ મર્યદા નક્કી કરાઇ છે.
First published:

Tags: Congress Candidate, Gujarat Local Body Elections 2021, State election commission, ગુજરાત કોંગ્રેસ