Home /News /ahmedabad /જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા ઉમેદવારોનો હોબાળો, ઠેર ઠેર અટવાયા, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા ઉમેદવારોનો હોબાળો, ઠેર ઠેર અટવાયા, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

Gujarat Junior Clerk Exam: જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતાં રાજ્યનાં વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. ઠેર ઠેર ઉમેદવારો માંગ કરી રહ્યા છે કે, આની સાથે જોડાયેલા પાપીઓને આકરામાં આકરી સજા કરવાની માંગ કરી છે.

Gujarat Junior Clerk Exam: જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતાં રાજ્યનાં વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. ઠેર ઠેર ઉમેદવારો માંગ કરી રહ્યા છે કે, આની સાથે જોડાયેલા પાપીઓને આકરામાં આકરી સજા કરવાની માંગ કરી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
ગાંધીનગર: ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર કલાર્ક પરીક્ષા આજે સવારે 11 કલાકે યોજવામાં આવી હતી. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, પેપર લીક થવાના કારણે પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. પોલીસે વડોદરાથી એક યુવકની ધરપકડ કરી લીધી છે. આ ઇસમ પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી હતી. જે બાદ પુછપરછ બાદ પોલીસે યુવકની ઘનિષ્ઠ પૂછપરછ બાદ ધરપકડ કરી લેવામાં આવી છે. જુનિયર ક્લાર્ક માટે 1181 જગ્યા બહાર પાડવામાં આવી હતી. જે માટે 9.53 લાખ ઉમેદવાર રજિસ્ટર્ડ થયા હતા. જોકે, આ સમાચાર મળતાની સાથે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પરીક્ષા માટે કેટલાય વિદ્યાર્થીઓ અટવાયા છે.

ગામોમાંથી આવનારા હજારો વિદ્યાર્થી વહેલી સવારે કે ગઇકાલે જ પરીક્ષા કેન્દ્ર માટે નીકળી ગયા હોય તેવા વિદ્યાર્થીઓનો સમય અને રુપિયા બગડ્યાં છે. જેના કારણે ઉમેદવારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એસ.ટી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓ અટવાયા છે.

પંચમહાલના ગોધરા બસ સ્ટેન્ડ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. જ્યાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવીને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા છે. મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

પંચમહાલ બસ સ્ટેન્ડ


આ પણ વાંચો: પેપર લીક કેસમાં ATSએ 15 આરોપીઓની અટકાયત કરી

આકરી સજાની માંગ


જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતાં રાજ્યનાં વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. ઠેર ઠેર ઉમેદવારો માંગ કરી રહ્યા છે કે, આની સાથે જોડાયેલા પાપીઓને આકરામાં આકરી સજા કરવાની માંગ કરી છે.



આ પણ વાંચો: ઉમેદવારો ફ્રીમાં ગુજરાત એસ.ટીમાં જઇ શકશે




બસસ્ટેન્ડ પર ચક્કાજામ


મહિસાગરમાં પણ જૂનિયર કલાર્કની પરીક્ષા રદ્દ થતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. લુણાવાડામાં વિદ્યાર્થીઓએ બસસ્ટેન્ડ ચક્કાજામ કર્યો છે. પરીક્ષા રદ્દને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એસ.ડી બસ સ્ટોપ પર વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે.
First published:

Tags: Gujarat Education, Paper leak, અમદાવાદ, ગુજરાત

विज्ञापन