Home /News /ahmedabad /ધોરણ 12ના કમ્પ્યુટર વિષયનું પેપર વાયરલ થયું હતું કે નહીં તે અંગે બોર્ડની સ્પષ્ટતા, જાણો શું કહ્યું

ધોરણ 12ના કમ્પ્યુટર વિષયનું પેપર વાયરલ થયું હતું કે નહીં તે અંગે બોર્ડની સ્પષ્ટતા, જાણો શું કહ્યું

ધોરણ 12ના કમ્પ્યુટરનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું

27મી માર્ચે ધોરણ 12 સામાન્ય પ્રવાહની કમ્પ્યુટર વિષયની પરીક્ષા ચર્ચાનું કેન્દ્ર બની છે. પેપર શરૂ થયા બાદ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. આ મામલે બોર્ડે પ્રેસનોટ જાહેર કરી સ્પષ્ટતા કરી છે.

અમદાવાદઃ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે 27મી માર્ચે ધોરણ 12 સામાન્ય પ્રવાહની કમ્પ્યુટર વિષયની પરીક્ષા ચર્ચાનું કેન્દ્ર બની છે. પેપર શરૂ થયા બાદ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. ત્યારે આ મામલે બોર્ડના પરીક્ષા નિયામક દ્વારા એક પ્રેસનોટ જાહેર કરી હતી કે, ધોરણ-12ના કમ્પ્યુટરનું પેપર પેપર લીક થયું નથી કે ફૂટ્યું નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પેપર મુદ્દે પોલીસમાં કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે. તેની પોલીસ તપાસ કરી રહી છે. આમ તો, આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા કોઈને કોઈ ભૂલને લઇ ચર્ચામાં તો રહી જ છે. તેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના કમ્પ્યુટર વિષયનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

યુવા નેતા યુવરાજસિંહએ ટ્વીટ કરી શું જાણકારી આપી?


યુવા નેતા યુવરાજસિંહએ ટ્વીટ કરી જણાવ્યુ હતુ કે, ‘આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માં #કોમ્પ્યુટર_વિષયની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે. મારા વોટ્સએપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ #પેપરલીક થયાની માહિતી પોહચાડવામાં આવેલ છે. પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી. વર્તમાન સમય દરમિયાન પેપર શરૂ છે? ૩થી ૬:૧૫’


માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ શું કહી રહ્યું છે?


ધોરણ-12 સામાન્ય પ્રવાહના કમ્પ્યુટર વિષયનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું તેવાં સોશિયલ મીડિયાના અહેવાલ બાબતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જણાવે છે કે, ધોરણ-12 સામાન્ય પ્રવાહના કમ્પ્યુટર વિષયનું પેપર બપોરના 3 કલાકથી 5.15 કલાકની વચ્ચે હતું. જે પરીક્ષા રાજ્યના પરીક્ષાના 606 બિલ્ડીંગોમાં યોજાયેલી હતી. જેમાં 1.08 લાખ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિદ્યાથીઓનો પ્રવેશ પરીક્ષાના બિલ્ડિંગ પર બપોરના 2.30 કલાકે થઈ ગયો હતો અને સોશિયલ મીડિયામાં ફરતા પેપર વિશેની માહિતી બોર્ડને બપોરના 4.45 કલાકે મળી હતી. ટ્વીટર ઉપર મળ્યું હતું, તે પેપરમાં કમ્પ્યુટર વિષયના 12 જેટલા પ્રશ્નો જોવા મળ્યા છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થઈ ગયા બાદ કોઈ તત્વ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોય તેમ જણાય છે. બોર્ડનું પેપર લીક થયું નથી કે ફૂટ્યું નથી. પોલીસતંત્રને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે. આમ કમ્પ્યુટર વિષયના પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થવા મામલે બોર્ડના પરીક્ષા નિયામકે પ્રેસનોટ જાહેર કરી સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.
Published by:Vivek Chudasma
First published:

Tags: Board Exams, GSEB, PAPER, Paper leak