Tabligi jamat : તબલીગી જમાતના મેળાવડા મામલે ગુજરાત હાઇકોર્ટે કરી લાલ આંખ
Tabligi jamat : તબલીગી જમાતના મેળાવડા મામલે ગુજરાત હાઇકોર્ટે કરી લાલ આંખ
કારણ કે આ સાત જણા પર ભારતમાં કેસ ચાલી રહ્યો છે. અને તેમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે. કોર્ટે તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હી પોલીસ (Delhi Police)ની ક્રાઇમ બ્રાંચે (Crime Branch) તેમની સામે કેસ દાખલ કર્યો છે. તબલીગી જમાત (Tablighi Jammaat) થી જોડાયેલા એક કેસમાં તેમની વિરુદ્ઘ અનેક આરોપી લગાવવામાં આવ્યા છે. અને આવા કુલ 83 વિદેશી જમાતીઓને આરોપી બનાવ્યા છે.
તબલીગી જમાતમાંથી ગુજરાતમાં કેટલી વ્યક્તિઓ આવી છે તેની વિગત આપવા હાઈકોર્ટે આદેશ કર્યો .
દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલી તબલીગી જમાતના કાર્યક્રમમાં જઈને ગુજરાતમાં કેટલી વ્યક્તિઓ આવી છે તેની વિગત આપવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.જે મુજબ રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યું હતું કે,‘દિલ્હી તબલીગી જમાતમાં ગુજરાતમાંથી પહેલી માર્ચથી ૨૩મી માર્ચ દરમિયાન કુલ 84 વ્યક્તિઓ ગયા હતા. આ તમામની ઓળખ સરકાર દ્વારા કરી લેવામાં આવી છે. જે પૈકી માત્ર એક વ્યક્તિને જ કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો અને એનું પણ મૃત્યુ થઇ ગયું છે. બાકીના 83શખ્સોને કોરોનાના કોઇ ચિહ્નો દેખાતા નથી, પરંતુ તકેદારીના પગલા રૂપે તેમને પણ કોરેન્ટિન કરાયા છે. અલબત્ત, કુલ 1350 પૈકી 1282ની ઓળખ થઇ ગઇ છે અને માત્ર 68 વ્યક્તિઓની ભાળ મેળવવાની બાકી છે.’
હાઇકોર્ટે કેન્દ્ર સરકાર આ મામલે વિલંબથી જાગી હોવાનું આદેશમાં નોંધતા આદેશ કર્યો છે કે,‘ભલે મોડું થયું હોય પરંતુ હવે સમગ્ર દમખમ સાથે લાગીને તબલીગી જમાતમાં જનારાઓને શોધી પાડો અને વિઝા મેન્યુઅલ અને ફોરેનર્સ એક્ટનો કોઇએ ભંગ કર્યો હોય તો કાર્યવાહી કરો.
રાજ્ય સરકાર તરફથી તબગીલી જમાતમાં ગયેલી વ્યક્તિઓની વિગતવાર માહિતી અપાઇ હતી. જેને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ આશુતોષ જે. શાસ્ત્રીની ખંડપીઠે રેકોર્ડ પર લઇ નોંધ કરી હતી કે,‘તબલીગી જમાતની વ્યક્તિઓને શોધવા રાજ્યનું પોલીસ વિભાગ, એસઓજી અને એટીએસ પણ લાગી ગયું હતું. તેમના ટ્રાવેલ રૂટ્સ ઓળખવામાં આવ્યા હતા, તેઓ કોના સંપર્કમાં આવ્યા ક્યા ગયા બધી માહિતી લેવામાં આવી છે.
આ લોકોના મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા પહેલી એપ્રિલના રોજ આદેશ કરાયો ત્યારે રાજ્ય સરકારે ૭૨ લોકો તબલીગી જમાતથી ગુજરાત આવ્યાની જાહેરાત કરી દીધી હતી. જે પૈકી 27 વ્યક્તિઓ દરિયાપુરની ટોપીવાલાની પોળમાં આવેલી મલિક એહમદ મસ્જીદમાં હતા. અત્યાર સુધી રાજ્યમાં કુલ 83તબલીગી જમાતમાંથી આવેલી વ્યક્તિઓ હોવાના પ્રમાણ મળ્યા છે.
જેમાંથી 38 અમદાવાદમાં, 12 મહેસાણા, 20 ભાવનગર, 8 સુરત, 2 નવસારી અને ચાર બોટાદ તબલીગી જમાતના વર્કર હોવાનું સામે આવ્યું છે.’ સરકારના રિપોર્ટના આધારે હાઇકોર્ટે નોંધ્યું છે કે,‘કેન્દ્ર સરકારે પુરી પાડેલી માહિતી મુજબ તબલીગી જમાતમાં જેતે સમયે હોય એવી કોઇ વિદેશની વ્યક્તિ ગુજરાતમાં નથી.
હાઇકોર્ટની ખંડપીઠે આદેશમાં નોંધ્યું છે કે,‘રાજ્ય સરકારને વધુ જવાબ રજૂ કરવા બે સપ્તાહનો સમય આપવામાં આવે છે. અન્ય મુદ્દાઓ પર જવાબ આપવા કેન્દ્ર સરકારને પણ સમય અપાય છે. કેન્દ્ર અ્ને રાજ્ય સરકાર પાસેથી અપેક્ષા છે કે તેઓ કોરોના વાઇરસની વર્તમાન પરિસ્થિતિ અને તબલીગી જમાતના લીધે ઊભી થયેલી કટોકટિને પહોંચી વળવા નક્કર પગલા ભરશે.’ આ કેસની વધુ સુનાવણી 17મી એપ્રિલના રોજ મુકરર કરવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર