Home /News /ahmedabad /

ગુજરાત હાઇકોર્ટનો નિર્દેશ: સરોગેટ મધર જેલમાં, બાળક જૈવિક માતાપિતાને અપાશે

ગુજરાત હાઇકોર્ટનો નિર્દેશ: સરોગેટ મધર જેલમાં, બાળક જૈવિક માતાપિતાને અપાશે

સરોગેટ મહિલા પણ બાળકને અરજદારને આપવા તૈયાર છે.

Ahmedabad News: અરજદાર જેનેટિક પિતા એક વર્ષ પહેલા સરોગેસીના માધ્યમથી સંતાન પ્રાપ્તિ માટે એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા.

    અમદાવાદ: શહેરમાં (Ahmedabad) સરોગસીથી (surrogacy mother) જન્મેલી બાળકીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં નવજાત બાળકીની કસ્ટડી મેળવવા માટે જૈવિક માતાપિતાએ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) હેબીયર્સ કોપર્સ અરજી કરી હતી. આ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે માતાપિતાને નવજાત આપવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે નોંધ્યું છે કે, સરોગસી એગ્રિમેન્ટમાં જન્મ બાદ સંતાનની કસ્ટડી પિતાને સોંપવાની શરત રખાઇ હતી, ઉપરાંત સરોગસીને લગતા કાયદાને નોંધમાં લઈને હાઈકોર્ટે આ નિર્દેશ આપ્યા છે.

    સેરોગસીના માધ્યમથી જન્મ આપનાર માતા દીકરી કસ્ટડી સોંપવા માટે તૈયાર હતા. જેઓ હાલ જેલમાં જુવેનાઇલ એક્ટ હેઠળ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં સજા ભોગવી રહ્યા છે. પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા આગ્રહ કરવામાં આવ્યો કે, કસ્ટડી માટે કોર્ટના હુકમ જરૂરી છે. જેથી પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી જે મામલે આજે હાઇકોર્ટે અંતિમ સુનાવણી કરતા સાત દિવસની દીકરીની કસ્ટડી તેના પિતાને સોંપવા હુકમ કર્યો છે.

    આ પણ વાંચો:  ગુજરાતમાં બે દિવસ આ વિસ્તારોમાં સુસવાટા સાથે પડશે ધોધમાર વરસાદ

    અરજદાર એવા જેનેટિક પિતા એક વર્ષ પહેલા સરોગેસીના માધ્યમથી સંતાન પ્રાપ્તિ માટે એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ સરોગેસી માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન માતા બનેલી મહિલા સામે જુવેનાઈલ એક્ટ મુજબ ફેબ્રુઆરી 2022માં અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. આ મહિલા પર બાળકને કિડનેપ કરવાનો આરોપ લાગ્યો હતો. જેથી મહિલાને જેલમાં રાખવામાં આવી હતી.

    આ પણ વાંચો: શાળા પ્રવેશેત્સવમાં રાજ્યના 356 અધિકારીઓ સામેલ થયા

    આ આરોપી મહિલાએ અસારવા સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. જોકે, આ કિસ્સામાં ગોમતીપુર પોલીસ બાળકીની કસ્ટડી અરજદાર માતાપિતાને આપવા દેતી નથી.



    સરોગેટ મહિલા પણ બાળકને અરજદારને આપવા તૈયાર છે. આ મામલે સરોગેટ મધરને ડિસ્ચાર્જ કરાશે તો તેને ફરીથી જેલમાં જવું પડે તેવી સ્થિતિ થઇ હતી. જો આવું થાત તો નવજાત બાળકીને પણ જેલમાં જ જવુ પડવાની શક્યતા હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन