Home /News /ahmedabad /

ગુજરાત હાઈકોર્ટે શાળાઓમાં ભગવદ ગીતાના પ્રસ્તાવ પર સ્ટે આપવાનો કર્યો ઈન્કાર, સરકાર પાસે માંગ્યો જવાબ

ગુજરાત હાઈકોર્ટે શાળાઓમાં ભગવદ ગીતાના પ્રસ્તાવ પર સ્ટે આપવાનો કર્યો ઈન્કાર, સરકાર પાસે માંગ્યો જવાબ

ગુજરાત હાઇકોર્ટ

bhagavad gita slok in school : ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) દરખાસ્ત પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો અને રાજ્ય સરકાર (Gujarat Goverment)) પાસેથી 18 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો હતો. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ડિવિઝન બેન્ચે જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર નોટિસ જાહેર કરી છે

વધુ જુઓ ...
  અમદાવાદ : શાળાઓમાં પ્રાર્થના કાર્યક્રમો અને અન્ય પ્રવૃત્તિઓમાં ભગવદ ગીતા (bhagavad gita) ને શ્લોક પાઠના રૂપમાં રજૂ કરવાના પ્રસ્તાવને પડકારતી અરજી પર ગુજરાત હાઈકોર્ટે (Gujarat high Court) સોમવારે રાજ્ય સરકાર (Gujarat Goverment) ને નોટિસ પાઠવી હતી.

  જોકે, હાઈકોર્ટે દરખાસ્ત પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો અને રાજ્ય સરકાર પાસેથી 18 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો હતો. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ડિવિઝન બેન્ચે જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર નોટિસ જાહેર કરી છે.

  અરજીમાં આ શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં પ્રાર્થના અને શ્લોકોનું પઠન વગેરે પ્રવૃત્તિઓના સ્વરૂપમાં શ્રીમદ ભગવદ ગીતાને રજૂ કરવાના પ્રસ્તાવને પડકારવામાં આવ્યો હતો. જમિયત ઉલેમા-એ-હિંદે બંધારણીય માન્યતાના આધારે પ્રસ્તાવને પડકાર્યો હતો અને દાવો કર્યો હતો કે, તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું ઉલ્લંઘન છે.

  આ પણ વાંચોમેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું, નદીઓએ ખતરાના નિશાન વટાવ્યા, ગુજરાત માટે પાંચ દિવસ હજુ ભારે

  ખંડપીઠે અરજદારના વકીલને પીઆઈએલની નકલ મદદનીશ સોલિસિટર જનરલને આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો, કારણ કે કેન્દ્ર સરકારને પણ પ્રતિવાદી બનાવવામાં આવી છે. ગુજરાતના શિક્ષણ મંત્રીએ આ વર્ષે માર્ચમાં ગુજરાતની શાળાઓમાં પ્રાર્થનાના સ્વરૂપમાં ભગવદ ગીતાનું પઠન અને શ્લોકોનું પઠન વગેરે જેવી પ્રવૃત્તિઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
  Published by:kiran mehta
  First published:

  Tags: ગુજરાત સરકાર, ગુજરાત હાઇકોર્ટ, સ્કૂલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन