Home /News /ahmedabad /ઢોર મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી, 'જો સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરે'

ઢોર મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી, 'જો સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરે'

કોર્ટની પ્રતીકાત્મક તસવીર

Gujarat high court news: હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, રખડતા ઢોરને કારણે કોઇના જીવના જવા જોઇએ.

અમદાવાદ : રાજ્યભરમાં ઢોરના ત્રાસને કારણે અનેક લોકોના જીવ ગયા છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટે આજે રાજ્ય સરકારને ટકોર કરતા વેધક સવાલો પૂછ્યા હતા. કોર્ટે સરકારને કહ્યું હતુ કે, જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. આ સાથે હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટે ગઇકાલે પણ રાજ્ય સરકારને સીધો પ્રશ્ન કર્યો હતો કે, રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વારંવાર જાહેર કરાયેલા મહત્વના આદેશો છતાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું નિરાકરણ શા માટે હજુ સુધી આવ્યું નથી? તો આજે ફરી હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, રખડતા ઢોરને કારણે કોઇના જીવના જવા જોઇએ. જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. સરકાર આ મામલે તાત્કાલિક જવાબ રજૂ કરે અને આ મુદ્દે ઝડપી કાર્યવાહી કરે.

ગુજરાત હાઇકોર્ટે ગઇકાલે પણ રાજ્ય સરકારને સીધો પ્રશ્ન કર્યો હતો કે, રખડતા ઢોરોના ત્રાસ નિવારમ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વારંવાર જાહેર કરાયેલા મહત્વના આદેશો છતાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું નિરાકરણ શા માટે હજુ સુધી આવ્યું નથી? તો આજે ફરી હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, રખડતા ઢોરને કારણે કોઇના જીવના જવા જોઇએ. જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. સરકાર આ મામલે તાત્કાલિક જવાબ રજૂ કરે અને આ મુદ્દે ઝડપી કાર્યવાહી કરે તેવો આદેશ કર્યો છે.

આ પહેલા હાઇકોર્ટે એવી પણ ટકોર હતી કે, શહેરના મોટાભાગના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. જે અદાલતના હુકમનું પાલન નહી થઇ રહ્યુ હોવાની વાતને સ્પષ્ટ કરે છે. જોકે, સોમવારે પણ સરકારપક્ષ તરફથી કોઇ સંતોષજનક ખુલાસો કરી શકાયો ન હતો. હાઇકોર્ટે જે મેટરની સુનાવણી ચાલી રહી હતી તેમાં રખડતા ઢોરોનો મુદ્દો કેન્દ્રસ્થાને આવી જતાં આવતીકાલે જ રખડતા ઢોરોના ત્રાસ અંગેની મેટર લીસ્ટ કરવા રજિસ્ટ્રીને નિર્દેશ કરાયો હતો. જેથી આ કેસની સુનાવણી આજે કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, રખડતા ઢોર, બિસ્માર રસ્તા અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે થયેલી પીઆઈએલમાં હાઈકોર્ટે ભૂતકાળમાં કેટલાક મહત્વના નિર્દેશો આપેલા છે. જેનુ યોગ્ય રીતે પાલન નહી થતાં સરકાર સહિતના સત્તાધીશો સામે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન પણ દાખલ થયેલી છે. ઢોરના મુદ્દા પર અન્ય બે જાહેરહિતની અરજીઓ પણ થયેલી છે
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ