Home /News /ahmedabad /ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતી હીરણ નદીમાં પ્રદૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટના વકીલે PIL દાખલ કરી

ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતી હીરણ નદીમાં પ્રદૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટના વકીલે PIL દાખલ કરી

હિરણ નદી અને ઇન્સેટમાં PIL કરનારા વકીલ પ્રશાંત ચાવડાની ફાઇલ તસવીર

ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતી હિરણ નદીના પ્રદૂષણને લઈને વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવતી ત્યારે ગુજરાત હાઇકોર્ટના વકીલે PIL દાખલ કરી છે.

ગીર સોમનાથઃ જિલ્લાના તાલાલામાંથી પસાર થયેલી સ્વચ્છ હીરણ નદીમાં તાલાલા નગરપાલિકા દ્વારા સક્ષમ અધિકારીની મંજૂરી લીધા વગર છેલ્લા ત્રણ વર્ષથી કેમિકલ યુક્ત ગટરનું ગંદુ પાણી નાખવામાં આવે છે. તેને કારણે હિરણ નદી પ્રદૂષિત થઈ છે અને તેમાં વસવાટ કરતા પ્રાણી અને વન્ય પ્રાણી-પશુ જેવા અનેક જીવને અને હજારો પરિવાર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવે છે.

હિરણ નદી પશ્ચિમ ભારતમાં ગુજરાતની એક નદી છે, જેનો સ્ત્રોત ગીરના જંગલમાં સાસા ટેકરીઓ પાસે છે. તેના ડ્રેનેજ બેસિનની મહત્તમ લંબાઈ 40 કિમી (25 માઈલ) છે. બેસિનનો કુલ કેચમેન્ટ વિસ્તાર 518 કિમી (322 માઇલ) છે. તેની મુખ્ય ઉપનદીઓ સરસ્વતી અને અંબાખોઈ પ્રવાહ છે. હિરણ એક મુખ્ય નદી પ્રણાલી છે. વારંવાર આ મામલે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં નથી.


નગરપાલિકાએ નોટિસ પાઠવી હતી


પ્રદૂષિત પાણીને કારણે પર્યાવરણને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની બાબતે પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતિના તાલુકા પ્રમુખ અને આરટીઆઇ એક્ટિવિસ્ટ ઇરફાન ભાંગાણી દ્વારા ગીર સોમનાથ જિલ્લાથી ગાંધીનગર સુધી અનેક લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ગાંધીનગર GPCB બોર્ડના અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવા માટે આવ્યા હતા અને તાલાલા નગરપાલિકાને નોટિસ પાઠવી હતી. તે છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી અને GPCB બોર્ડ ગાંધીનગર દ્વારા નોટિસ આપી સંતોષ માની લેવામાં આવ્યો છે.


ગુજરાત હાઇકોર્ટના વકીલે PIL દાખલ કરી


ત્યારે વન્ય પ્રાણી પશુ-પંખી અને હજારો પરિવારના લોકો સાથે આરોગ્ય સાથે ચેડાં કરવામામ આવે છે તે અંગે પણ જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત હાઈકોર્ટના જાણીતા એડવોકેટ પ્રશાંત ચાવડાએ PIL દાખલ કરી હતી અને હવે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.
First published:

Tags: Gir Somnath news, Gir Somnath Samachar, Gujarat highcourt