Home /News /ahmedabad /ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર એક્શન મોડમાં, AMCની ટીમ ચોવીસ કલાક ઢોર પકડશે

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર એક્શન મોડમાં, AMCની ટીમ ચોવીસ કલાક ઢોર પકડશે

90 દિવસ ઢોર ન છોડવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ.

Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ હવે અમદાવાદ કોર્પોરેશનની ટીમ 24 કલાક ઢોર પકડવાની કામગીરી કરશે સાથે જ ઢોર માલિક પાસેથી પ્રતિદિન 1 હજાર દંડની જોગવાઇ કરવામાં આવી છે.

    ગુજરાત આખામાં ઢોરના ત્રાસના કારણે અનેક લોકોના જીવ ગયા છે. ત્યાં જ અમદાવાદ શહેરમાં પણ ઢોરનો ત્રાસ યથાવત છે અને ઘણા વાહનચાલકોને પણ રખડતી રંઝાડે હડફેટે લેવાના કિસ્સાઓમાં સામે આવ્યા છે. ત્યારે આજદે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મહાનગરપાલિકાને ફટકાર લગાવી છે. ઢોર મુદ્દે હાઇકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ એએમસી ટીમ ચોવીસ કલાક ઢોર પકડવાની કામગીરી કરશે.

    ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ હવે અમદાવાદ કોર્પોરેશનની ટીમ 24 કલાક ઢોર પકડવાની કામગીરી કરશે સાથે જ ઢોર માલિક પાસેથી પ્રતિદિન 1 હજાર દંડની જોગવાઇ કરવામાં આવી છે. ત્યાં જ હાઇકોર્ટના આદેશ અનુસાર, 90 દિવસ ઢોર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.

    ઢોરના વધતા ત્રાસ સામે હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદનુ તંત્ર સફાળુ જાગ્યુ છે. AMC દ્વારા કડકપણે કામગીરી કરવા માટે સંબંધિત વિભાગોને આદેશ આપવામા આવ્યા છે. શહેરના રોડ રસ્તા પર ચોવીસ કલાક રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રખડતા ઢોરોને ડબ્બે પૂરાશે. ડબ્બે પૂરાયેલા ઢોરોને 90 દિવસ સુધી ન છોડી પશુમાલિક પાસેથી પ્રતિદિન 1 હજાર દંડની જોગવાઈ પણ કરવામા આવી છે. જો કે અત્યાર સુધીની કાર્યવાહીમા 5200થી પણ વધુ પશુઓ પકડતા તમામ ઢોરવાળા હાઉસફુલ થયા છે. તંત્ર દ્વારા આગામી કામગીરીને લઈ લાંભા, નારોલ વિસ્તારમા વધુ 3 ઢોરવાડા ઉભા કરાશે. તંત્રની કડક કાર્યવાહીથી આગામી સમયમા જનતાને જરૂર રાહત મળશે.

    આ પણ વાંચો: અમદાવાદમાં સોના-ચાંદીના પ્રિ-બુકિંગ માટે જ્વેલરી શો-રૂમમાં લોકોની પડાપડી

    આજે ગુજરાત હાઇકોર્ટે AMCને ટકોર કરતા વેધક સવાલો પૂછ્યા હતા. કોર્ટે અમદાવાદ મહાનગરપાલિકાને કહ્યું હતુ કે, શહેરમાં રખડતી રંઝાડને કાબૂમાં લેવા કામગીરી કરવી જોઇએ. અને આ કામગીરી અમદાવાદ શહેરમાં 24 કલાક થવી જોઇએ. આથી કોર્પોરેશને એક્શન મોડમાં આવી તાત્કાલિક ધોરણે હાઇકોર્ટના આદેશ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે.



    ઉલ્લેખનિય છે કે, રખડતા ઢોરોના ત્રાસ નિવારવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વારંવાર જાહેર કરાયેલા મહત્વના આદેશો છતાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું નિરાકરણ શા માટે હજુ સુધી આવ્યું નથી? તો આજે ફરી હાઇકોર્ટે એએમસીની ઝાટકણી કાઢી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, રખડતા ઢોરને કારણે કોઇના જીવ ન જવા જોઇએ. આ મામલે તાત્કાલિક જવાબ રજૂ કરે અને આ મુદ્દે ઝડપી કાર્યવાહી કરે તેવો આદેશ કર્યો છે.

    આ પણ વાંચો: 2026માં પહેલી બુલેટ ટ્રેન દોડશે: અમદાવાદમાં કેન્દ્રીય રેલવે મંત્રીની જાહેરાત

    આ પહેલા હાઇકોર્ટે એવી પણ ટકોર હતી કે, શહેરના મોટાભાગના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. જે અદાલતના હુકમનું પાલન નહી થઇ રહ્યુ હોવાની વાતને સ્પષ્ટ કરે છે.

    નોંધનીય છે કે, રખડતા ઢોર, બિસ્માર રસ્તા અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે થયેલી પીઆઈએલમાં હાઈકોર્ટે ભૂતકાળમાં કેટલાક મહત્વના નિર્દેશો આપેલા છે. જેનુ યોગ્ય રીતે પાલન નહી થતાં સરકાર સહિતના સત્તાધીશો સામે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન પણ દાખલ થયેલી છે. ઢોરના મુદ્દા પર અન્ય બે જાહેરહિતની અરજીઓ પણ થયેલી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cattle seized, Gujarat hight court, Gujarati news, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन