Home /News /ahmedabad /ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને ફટકાર્યો 25 હજારનો દંડ, PM મોદીની ડિગ્રી માંગવાને લઈને કરાયો આદેશ

ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને ફટકાર્યો 25 હજારનો દંડ, PM મોદીની ડિગ્રી માંગવાને લઈને કરાયો આદેશ

ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલને ફટકાર્યો દંડ

PM Narendra Modi Degree: ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો કે વડાપ્રધાન કાર્યાલય (PMO) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી પ્રમાણપત્રો સબમિટ કરવાની જરૂર નથી.

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)ને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) કેજરીવાલ પર 25 હજારનો દંડ ફટકાર્યો છે. આ દંડ કેજરીવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની MAની ડિગ્રીની માંગણી કરવા બદલ લગાવવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો હતો કે, વડા પ્રધાન કાર્યાલય (PMO) એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રીના પ્રમાણપત્રો સબમિટ કરવાની જરૂર નથી.

PMOના જન સૂચના અધિકારી (PIO), ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના PIOને વડાપ્રધાન મોદીની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રીઓની વિગતો સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેમાં ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચના જસ્ટિસ બિરેન વૈષ્ણવે ચીફ ઈન્ફોર્મેશન કમિશન (CIC)ના આદેશને રદ્દ કરી દીધો છે. જણાવી દઈએ કે, PMની ડિગ્રી માંગવા બદલ કોર્ટે અરવિંદ કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

આ પણ વાંચો: 'રાહુલ ગાંધી ક્યારેય સાવરકર નહીં બની શકે, કોંગ્રેસના નેતા 7 કેસમાં જામીન પર છે': રાઇઝિંગ ઇન્ડિયામાં અનુરાગ ઠાકુર

કોર્ટના આદેશ પર કેજરીવાલે કહી આ વાત

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અરવિંદ કેજરીવાલે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રીએ લખ્યું- શું દેશને એ જાણવાનો પણ અધિકાર નથી કે, તેમના PMએ કેટલો અભ્યાસ કર્યો છે? તેણે કોર્ટમાં ડિગ્રી બતાવવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો, શા માટે? અને તેમની ડીગ્રી જોવાની માંગણી કરનારને દંડ કરવામાં આવશે? આ શું થઈ રહ્યું છે?

ગુજરાત યુનિવર્સિટીએ CICના આદેશને પડકાર્યો

2016 માં માહિતી અધિકાર (RTI) વિનંતીનો જવાબ આપતા, કેન્દ્રીય માહિતી આયોગે વડા પ્રધાન કાર્યાલય (PMO), ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીને PM મોદીની અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક ડિગ્રીઓ વિશે માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો.



ગુજરાત યુનિવર્સિટીએ આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો

પીએમ મોદીના ચૂંટણી દસ્તાવેજો અનુસાર, તેમણે 1978માં ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક અને 1983માં દિલ્હી યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી.
First published:

Tags: Aarvind kejriwal, Gujarat highcourt, PM Modi પીએમ મોદી