ગટરમાં થતા મોતને અટકાવવા રાજ્ય સરકારે શું પગલા લીધા: હાઈકોર્ટ

તાજેતરમાં જ ડભોઈમાં ગટર સાફ કરવા માટે ઉતરેલા સાત લોકોના મોત નિપજ્યા હતા અને તેમને વળતર પણ ચુકવવામાં આવ્યું નથી.

News18 Gujarati
Updated: June 18, 2019, 6:35 PM IST
ગટરમાં થતા મોતને અટકાવવા રાજ્ય સરકારે શું પગલા લીધા: હાઈકોર્ટ
તાજેતરમાં જ ડભોઈમાં ગટર સાફ કરવા માટે ઉતરેલા સાત લોકોના મોત નિપજ્યા હતા અને તેમને વળતર પણ ચુકવવામાં આવ્યું નથી.
News18 Gujarati
Updated: June 18, 2019, 6:35 PM IST
સંજય જોશી, અમદાવાદઃ ગટર કે ટાંકા સાફ કરતી વખતે કર્મચારીઓના મોત ન નીપજે તેના માટે સુપ્રીમ કોર્ટે 6 વર્ષ પહેલાં કેટલાક આદેશ બહાર પાડ્યાં હતા જોકે તેનું અમલીકરણ ન થતા હાઇકોર્ટમાં રિટ દાખલ કરાતા જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાકરની ખંડપીઠે ગટરમાં ઉતરવાથી થતા મોતને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શું પગલા લેવામાં આવ્યા એ મુદ્દે રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કર્યો હતો...આ મામલે વધુ સુનાવણી 25મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

હાઈકોર્ટે રાજ્ય સરકારને ગટર કે ટાંકા સાફ કરવામાં ઉપયોગી થતા ઉપકરણો લાવવામાં આવ્યા છે કે કેમ, કેટલા લોકો મૃત્યું પામ્યા છે અને શું વળતર ચુકવવામાં આવ્યું છે સહિતની વિગતો રિપોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો છે..

અહીં ક્લિક કરી વાંચોઃ 'બેટી બચાવો સાયબર ક્રાઈમ સે' રાજકોટમાં પોલીસનો ખાસ સેમિનાર

અરજદારે રાજ્યમાં ચાલતી મેન્યુઅલ સ્કવેંજિંગની પ્રવૃત્તિના ભાગરૂપે ગટર કે ટાંકા સાફ કરવા ઉતરતા લોકોના મોત ન થાય અને દુર્ઘટનાભરી સ્થિતિના સર્જાય એ માટે હાઇકોર્ટ પાસેથી જરૂરી નિર્દેશની માંગ કરી હતી..હાઇકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે 25મી જૂન સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કર્યો હતો.

આ મુદ્દે વાતચીત કરતા અરજદારના વકીલ હિરક ગાંગુલીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ગટર કે ટાંકા સાફ કરતા કર્મચારીઓની પરિસ્થિતિ સમજવા માટે કમિટીની રચના કરવાની જરૂર હતી જોકે આજ દિવસ સુધી મોનીટરીંગ કે સર્વે કર્યો નથી.સાથે સાથે 2013ના એક્ટનુ અમલીકરણ કેટલે સુધી થયુ છે.. 6 વર્ષ વિતી ગયા છે તેમ છતા કશુ જ કેમ થયુ નથી. પાછલા છ વર્ષમાં ગટર કે ટાંકા સાફ કરતી વખતે મૃત્યુ પામ્યા છે તેની પણ કોઈ માહિતી રજૂ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ ડભોઈમાં ગટર સાફ કરવા માટે ઉતરેલા સાત લોકોના મોત નિપજ્યા હતા અને તેમને વળતર પણ ચુકવવામાં આવ્યું નથી.કે સરકારે યોગ્ય પગલા પણ ન લીધા હોવાની કોર્ટમાં રજુઆત કરાઈ છે.. આ કેસમાં વધુ સુનાવણી 25 મી જુનના રોજ હાથ ધરાશે.
First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...