Home /News /ahmedabad /પ્રવાસની બસો રાત્રે 11થી સવારે 6 સુધી નહીં ચલાવી શકાયઃ સરકારનો મોટો નિર્ણય

પ્રવાસની બસો રાત્રે 11થી સવારે 6 સુધી નહીં ચલાવી શકાયઃ સરકારનો મોટો નિર્ણય

અમદાવાદમાં વિદ્યાર્થીઓની બસને નડેલા અકસ્માતની તસવીર

શાળાનાં વિદ્યાર્થીઓનાં પ્રવાસમાં થતાં અકસ્માતને રોકવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગરઃ આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં એક મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં અનેક મહત્વનાં નિર્ણય લોવામાં આવ્યાં છે. તેમાં શાળાનાં વિદ્યાર્થીઓનાં પ્રવાસમાં થતાં અકસ્માતને રોકવા માટે રાતનાં 11થી સવારનાં 6 કલાક સુધી પ્રવાસ કરી નહીં શકાય.

આ અંગે ડે.સીએમ નીતિન પટેલે જણાવતાં કહ્યું કે, આપણે થોડા સમયથી જોઇએ છીએ કે શાળાનાં વિદ્યાર્થીઓને પ્રવાસે લઇ જતા વાહનોને અકસ્માત નડતા અનેક બાળકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમના મોત પણ નીપજ્યાં છે. સરકાર તરફથી બાળકોને સહાય પણ જાહેર કરવામાં આવી છે અને ઇજાગ્રસ્ત બાળકોને સારામાં સારી સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ ભવિષ્યમાં આવા બનાલ ન બને તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાના બાળકોને પ્રવાસે લઇ જતી બસો રાતનાં 11 કલાકથી સવારે 6 કલાક સુધી પ્રવાસ નહીં કરી શકે. જે બસો રાતે પ્રવાસ કરતી હતી અને વિવિધ જગ્યાએ અકસ્માતનો ભોગ બની તેવું ભવિષ્યમાં ન થાય એટલે રાતે બસો પ્રવાસ કરી શકશે નહીં. આ ઉપરાંત બાળકોને રાતે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરશે.

આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી 96 તાલુકામાં ખેડૂતો માટેનાં રોકાણ ખર્ચની સહાય આપવાનું સરકારે જાહેર કર્યું છે. તેવા 96 તાલુકાનાં 22 લાખ ખેડૂતોને 2,280 રૂ.ની વહેલી તકે ચુકવવાનું શરૂ કરવામાં આવશે.

મહત્વનું છે કે એક દિવસ પહેલા જ એટલે 25મી તારીખે અમદાવાદનાં નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ બસમાં ઉજ્જૈન પ્રવાસમાં જઇને પાછા ફરી રહ્યાં હતાં. ત્યારે જ વહેલી સવારે ગોધરાનાં પરવડી પાસે વિદ્યાર્થીઓથી ભરેલી બસના ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ક્લિનરનું મોત નીપજ્યુ હતુ અને 24 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતાં. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

તે પહેલા ડાંગ જીલ્લામાં પણ વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં 10 લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે 40 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સુરતના અમરોલી વિસ્તારના ગુરૂકૃપા ટયુશન કલાસીસના વિદ્યાર્થીઓની બસને ડાંગમાં અકસ્માતમાં 200 ફૂટ ઉંડી ખીણમાં બસ પડી ગઇ હતી. બસને ક્રેઇન અને ટ્રેલરની મદદથી બહાર કાઢવામાં આવી હતી.
First published:

Tags: CM Vijay Rupani, School bus, ગુજરાત, નિતિન પટેલ, સરકાર