Home /News /ahmedabad /

વિવાદ, વીડિયો બાદ સુરક્ષા: સરકારે ભરતસિંહ સોલંકીને ગનમેન સાથે ફૂલ ટાઇમ સુરક્ષા આપી

વિવાદ, વીડિયો બાદ સુરક્ષા: સરકારે ભરતસિંહ સોલંકીને ગનમેન સાથે ફૂલ ટાઇમ સુરક્ષા આપી

ભરતસિંહ સોલંકી

Bharatsinh Solanki: ત્રીજી જૂનના રોજ કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki)એ મીડિયા સમક્ષ આવીને પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે અનેક ખુલાસા કર્યાં હતા.

    અમદાવાદ: કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) છેલ્લા થોડા દિવસોથી સતત ચર્ચામાં રહ્યા છે. તાજેતરમાં પારિવારિક કલેશને કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે. હવે સમાચાર પ્રાપ્ત થયા છે કે ગુજરાત સરકાર તરફથી ભરતસિંહ સોલંકીને 24 કલાક સુરક્ષા (Bharatsinh Solanki Security) આપવામાં આવી છે. વીડિયો વિવાદ (Bharatsinh Solanki viral video) બાદ ભરતસિંહે પોતાના પર હુમલો થવાની આશંકા વ્યક્ત કરી હતી. જે બાદમાં સરકારે તેમને ફૂલ ટાઇમ એક ગનમેન સાથે સુરક્ષા આપી છે. ઉલ્લેખનીય છે કે વીડિયો વિવાદ બાદ ભરતસિંહ સોલંકીએ થોડા સમય માટે સક્રિય રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. હવે આગામી સમયમાં ભરતસિંહ સોલંકી સામાજિક સંમેલનો યોજશે.

    'પત્નીએ મને મારી નાખવા દોરા-ધાગા કર્યાં'


    ત્રીજી જૂનના રોજ કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki)એ મીડિયા સમક્ષ આવીને પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે અનેક ખુલાસા કર્યાં હતા. ભરતસિંહ પ્રેસ કોન્ફરન્સમાં પત્ની રેશ્મા પટેલ (Reshma Patel) વિરુદ્ધ અનેક આક્ષેપ કર્યાં હતા. તેમના કહેવા પ્રમાણે તેમની લગ્નના 15 વર્ષ સુધી તેમણે બાંધી મુઠ્ઠી રાખી હતી. આ પ્રસંગે ભરતસિંહે એવો પણ આક્ષેપ કર્યો છે કે, પત્નીએ તેમને મારી નાકવા માટે દોરા-ધાગ પણ કર્યાં છે.

    આ પણ વાંચો:  ભાજપ 70 બેઠક પણ જીતી શકે તેમ નથી: જગદીશ ઠાકોર

    ભરતસિંહના કહેવા પ્રમાણે અમિત ચાવડા (Amit Chavda)ના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામા બાદ નવા પ્રદેશ પ્રમુખની પસંદગી પહેલા તેમને ટાર્ગેટ કરવાની શરૂઆત થઈ હતી. સાથે જ ભરતસિંહે એવી વાત કરી હતી કે, જો કોઈ સ્વીકારવા તૈયાર હશે તો તેઓ ત્રીજા લગ્ન પણ કરશે. આ સાથે જ ભરતસિંહ રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લેવાની જાહેરાત પણ કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું છે કે તેઓ સંગઠન માટે કામ કરતા રહેશે. સાથે જ રાજકારણમાંથી બ્રેક લેવાનો નિર્ણય અંગત હોવાનું ભરતસિંહે જણાવ્યું હતું.



    પત્રકારા પરિષદ દરમિયાન ભરતસિંહ જણાવ્યું હતું કે, "છેલ્લા સાતેક મહિનાથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને તેમાં વ્યક્તિગત રીતે જે કોઈ મારા માટે વિવાદો ચાલ્યા અને તેના કારણે રોજ-બરોજ અત્યારસુધી અસંખ્ય લોકો મને એમ કહેતા હતા કે તમે કેમ કંઈ બોલતા નથી? હું કોરોનામાં હતો ત્યારે હજારો લોકોએ પ્રાર્થના કરી. તમામ લોકોની શુભેચ્છાથી મને નવજીવન મળ્યું."

    "હું 1992માં રાજકારણમાં આવ્યો, સતત લોકોનો પ્રેમ મળ્યો. હાઇકમાન્ડનો પણ સહકાર મળ્યો. એક નાનકડા કાર્યકરથી પ્રદેશ પ્રમુખ, ભારત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી સુધી પહોંચ્યો. મારું 30 વર્ષનું જાહેર જીવન રહ્યું છે. આ દરમિયાન મારા પર કોઈ કિચડ ઉછળી નથી. કોઈ તકરાર કે વિવાદનો પણ દાખલો નથી. ચૂંટણીનો સમય આવે ત્યારે અચાનક કંઈકને કંઈ નવું શરૂ થાય છે." (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: કોંગ્રેસ, ગુજરાત, પોલીસ, ભરતસિંહ સોલંકી

    આગામી સમાચાર