વર્તમાન ભાજપ સરકારનું છેલ્લું અને રૂપાણી સરકારનું પ્રથમ બજેટ, કોંગ્રેસ કરશે હોબાળો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
વર્તમાન ભાજપ સરકારનું છેલ્લું અને રૂપાણી સરકારનું પ્રથમ બજેટ, કોંગ્રેસ કરશે હોબાળો
વર્તમાન ભાજપ સરકારનું છેલ્લુ અને રૂપાણી સરકારનું આજે પ્રથમ બજેટ રજુ થશે. ઓછી આવક અને ચાલુ વર્ષના અંતમાં યોજાનાર ચૂંટણીને ધ્યાને રાખી કેવું બજેટ રજુ કરવું ભાજપ સરકાર માટે કપરૂ થઇ પડ્યું છે. આ સંજોગોમાં નલિયાકાંડ સહિતના મુદ્દે વિપક્ષ કોંગ્રેસ આક્રમક છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #વર્તમાન ભાજપ સરકારનું છેલ્લુ અને રૂપાણી સરકારનું આજે પ્રથમ બજેટ રજુ થશે. ઓછી આવક અને ચાલુ વર્ષના અંતમાં યોજાનાર ચૂંટણીને ધ્યાને રાખી કેવું બજેટ રજુ કરવું ભાજપ સરકાર માટે કપરૂ થઇ પડ્યું છે. આ સંજોગોમાં નલિયાકાંડ સહિતના મુદ્દે વિપક્ષ કોંગ્રેસ આક્રમક છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારનું આ પ્રથમ બજેટ હશે, ડેપ્યૂટી સીએમ અને નાણા વિભાગનો હવાલો સંભાળતા નિતિનભાઇ પટેલ માટે આ વખતનું બજેટ રજુ કરવું કઠીન થઇ પડ્યું છે. છેલ્લી ઘડી સુધી બજેટને લઇને નાણાં વિભાગ ટેન્શનમાં હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. રાજ્ય સરકારે ગત વર્ષે રજુ કરેલ બજેટ અને ગત ડિસેમ્બર સુધી સરકારે મુકેલા ખર્ચ અને આવકના અંદાજા મુજબ સરકારને 42 ટકા આવક ઓછી થવા પામી છે. આ સંજોગોમાં ચૂંટણીલક્ષી બજેટમાં કોને શું આપવું? મુશ્કેલ બન્યું છે.
સોમવારથી શરૂ થયેલ વિધાનસભા બજેટ સત્રમાં પ્રથમ દિવસે કોંગ્રેસ વિધાનસભાની અંદર અને બહાર બંને છેડે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આજે પણ બજેટ દરમિયાન પણ ઉગ્ર વિરોધનો સામનો કરવો પડે એવી સ્થિતિ જોવાઇ રહી છે.
First published: February 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर