મહાશિવરાત્રીએ ભક્તોને ભેટ : પ્રસાદરૂપે ભાંગ પરનો પ્રતિબંધ હટ્યો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
મહાશિવરાત્રીએ ભક્તોને ભેટ : પ્રસાદરૂપે ભાંગ પરનો પ્રતિબંધ હટ્યો
મહાશિવરાત્રીએ જાણે ભક્તોને સરકારે પ્રસાદ રૂપે ભાંગની ભેટ આપી છે. સરકાર દ્વારા નશાબંધીને લઇને કડક સુધારા કરાયા છે. પરંતુ આ સુધારામાં ભાંગ પરનો પ્રતિબંધ દુર કરવામાં આવ્યો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #મહાશિવરાત્રીએ જાણે ભક્તોને સરકારે પ્રસાદ રૂપે ભાંગની ભેટ આપી છે. સરકાર દ્વારા નશાબંધીને લઇને કડક સુધારા કરાયા છે. પરંતુ આ સુધારામાં ભાંગ પરનો પ્રતિબંધ દુર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભાંગ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે. જેને પગલે મહાશિવરાત્રીએ મહાદેવની પ્રસાદી રૂપે ભક્તો ભાંગને પ્રસાદ રૂપે લઇ શકશે. જ્યારે ભાંગના છોડના ફળ અને ફુલના ઉપયોગ પર પ્રતિબંધ હજુ યથાવત રાખવામાં આવ્યો છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ન્યૂઝ18 ઇટીવીને જણાવ્યું કે,  ભાંગ એ ભગવાન શિવની પ્રસાદી છે. આપણી આસ્થા છે. વર્ષોની પરંપરા છે. ભાંગ કે જેને પ્રસાદી રૂપે લેવાય છે એટલે એને મુક્ત રાખવામાં આવી છે. ભાંગએ કેનીવસ નામના છોડમાંથી બને છે. એના પાંદડાને લસોટીને બનાવાય છે. ફળ અને ફુલમાં નશાનું પ્રમાણ વધુ હોય છે માટે એની પર પ્રતિબંધ યથાવત છે જ્યારે પાંદડામાંથી બનતી ભાંગને પ્રસાદ માટે મુક્ત કરવામાં આવી છે.
First published: February 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर