રાજ્યના પ્રથમ મહિલા ડીજીપી બન્યા બાદ ગીથા જોહરીએ શું કહ્યું? જાણો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજ્યના પ્રથમ મહિલા ડીજીપી બન્યા બાદ ગીથા જોહરીએ શું કહ્યું? જાણો
રાજ્યના પ્રથમ મહિલા ડીજીપી બન્યા બાદ ગીથા જોહરીએ મહિલાઓ પ્રત્યે પોતાની હમદર્દી વ્યક્ત કરી છે. ગીથા જોહરીએ આજે ડીજીપીનો ચાર્જ સંભાળતાં કહ્યું કે, મહિલાઓના સુરક્ષાએ મારી પ્રથમ ચિંતા છે. વધુમાં એમણે ગેરકાયદે ચાલતા કતલખાનાઓને પણ બંધ કરવા પોતે કટીબધ્ધ હોવાનું જણાવ્યું છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST

ગાંધીનગર #રાજ્યના પ્રથમ મહિલા ડીજીપી બન્યા બાદ ગીથા જોહરીએ મહિલાઓ પ્રત્યે પોતાની હમદર્દી વ્યક્ત કરી છે. ગીથા જોહરીએ આજે ડીજીપીનો ચાર્જ સંભાળતાં કહ્યું કે, મહિલાઓના સુરક્ષાએ મારી પ્રથમ ચિંતા છે. વધુમાં એમણે ગેરકાયદે ચાલતા કતલખાનાઓને પણ બંધ કરવા પોતે કટીબધ્ધ હોવાનું જણાવ્યું છે.

રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી પી પી પાંડેયના રાજીનામા બાદ રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત આ હોદ્દા પર મહિલા આઇપીએસની નિમણુંક કરવામાં આવી છે. રાજ્યની રૂપાણી સરકારે મહિલા સશક્તિકરણનો વધુ એક પરચો આપતાં બાહોશ આઇપીએસ ઓફિસર ગીથા જોહરીને રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી બનાવ્યા છે.

રાજ્યના પોલીસ વડાનો ચાર્જ સંભાળતાં ગીથા જોહરીએ મહિલાઓના સુરક્ષા અંગે કહ્યું કે, મહિલાઓની સુરક્ષાએ મારી પ્રથમ પ્રાથમિકતા છે. વધુમાં તેમણે મહિલાઓને કોઇ પણ સંજોગોમાં પોતાનો સંપર્ક કરવા પણ કહ્યું, તેમણે કહ્યું કે, જે મહિલાઓ સમસ્યાને લઇને આવશે એમની સમસ્યાઓનું નિરાકરણ લાવવું એ મારી પ્રાથમિકતા રહેશે. વધુમાં એમણે રાજ્યમાં ચાલતા ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મામલે પણ કટીબધ્ધતા વ્યક્ત.

અહીં નોંધનિય છે કે રાજ્યના પ્રથમ મહિલા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળનાર ગીથા જોહરી એ જ છે કે જેમના નામથી એક સમયે અમદાવાદનો ડોન લતીફ પણ ધ્રુજતો હતો.

First published: April 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर