Home /News /ahmedabad /ગુજરાતનો પ્રથમ કિસ્સો: અમદાવાદમાં ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારની ધરપકડ
ગુજરાતનો પ્રથમ કિસ્સો: અમદાવાદમાં ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારની ધરપકડ
ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ
Gujarat Chinese string kite flyer arrested: રાજ્યમાં પ્રથમ વખત અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે. અમદાવાદના ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ, પોલીસે કરી ધરપકડ
અમદાવાદ: રાજ્યમાં ઉત્તરાયણ નજીક આવતાં જ ચાઇનીઝ દોરીનો આતંક વર્તાઇ રહ્યો છે. ચાઇનીઝ દોરીના લીધે અનેક લોકોના ગળા કપાઇ રહ્યા છે, ત્યારે હાઇકોર્ટે પણ આ મામલે કડક વલણ દાખવ્યું છે. જે બાદ રાજ્યની પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ ચાઇનીઝ દોરી વેચનારાઓ સામે કાર્યવાહી કરી રહી છે, ત્યારે હવે પોલીસની કાર્યવાહી ચાઇનીઝ દોરી વેચનારાઓ સુધી સિમિત રહી નથી, હવે પોલીસ ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારાઓને પણ સબક શીખવાડી રહી છે. આવો જ એક ગુજરાતનો પ્રથમ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.
ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ
રાજ્યમાં પ્રથમ વખત અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે. અમદાવાદના ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે. હાઇકોર્ટના કડક વલણ બાદ પોલીસ ચાઇનીઝ દોરી મામલે ખૂબ જ કડકાઇથી પગલા લઇ રહી છે, આવામાં પ્રથમ વખત ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઇ છે. પોલીસે અજય વાઘેલા નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર જીઆઈડીસીમાંથી પ્રતિબંધિત ચાઈના દોરીનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. ટ્રક ભરેલો જેટલો ચાઈના દોરીનો જથ્થો મળીને 21 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે, પરંતુ આરોપી ફરાર થવામાં સફળ રહ્યો છે. આવામાં સવાલ એ થઇ રહ્યો છે કે, આટલો મોટો ચાઈના દોરીનો જથ્થો કોની રહેમ નજર હેઠળ ગુજરાત સહિત મહીસાગર જિલ્લામાં ઘૂસાડવામાં આવ્યો હતો?
નોંધનીય છે કે, મહીસાગર, વડોદરા અને સુરતમાં ચાઈનીઝ દોરીથી 1-1 વ્યક્તિનાં મોત થયા હતા, ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, તુક્કલ વેચાણ સામે મહીસાગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બાલાસિનોર વિસ્તારમાંથી મોટી માત્રમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો મળી આવતા બાલાસિનોર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.