Home /News /ahmedabad /ભાજપની 57 વધી, તો કોંગ્રેસની 60 બેઠકો ઘટી, 2017-2022 આ રીતે બદલાયું ગુજરાત
ભાજપની 57 વધી, તો કોંગ્રેસની 60 બેઠકો ઘટી, 2017-2022 આ રીતે બદલાયું ગુજરાત
5 વર્ષમાં બદલાયું ગુજરાત, જાણો કેમ...
BJP VS Congress: ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીએ ભાજપની સાથે સાથે કોંગ્રેસ અને AAPને પણ મોટો સંદેશ આપ્યો છે. હિમાચલની હાર બાદ જ્યાં ભાજપે સાવચેત રહેવાની જરૂર છે, ત્યાં કોંગ્રેસે પાર્ટીમાં સંપૂર્ણ ફેરફાર કરવાની જરૂર છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી લડ્યા બાદ આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટીનો ટેગ મેળવ્યો છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે સખત મહેનત કરવી પડશે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. નવા રેકોર્ડ સાથે, પાર્ટી પાસે હવે ગુજરાતમાં 156 વિધાનસભા બેઠકો છે. આ સાથે ભાજપે 1985માં કોંગ્રેસ દ્વારા જીતેલી 149 બેઠકોનો આંકડો પણ પાર કરી લીધો છે. આ ઉપરાંત આ ચૂંટણીની એક વિશેષતા એ પણ રહી કે પાટીદાર સમાજનું પણ ભાજપ સાથે ફરીથી જોડાવું. આ નવા ગઠબંધન સાથે, વર્ષ 2017 ની તુલનામાં, ભાજપે તેના ખાતામાં વધુ 57 બેઠકો ઉમેરી લીધી છે. અને, ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગૃહ રાજ્યમાં 7મી વખત સરકાર બનાવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 17 સીટો પર ઘટી ગઈ હતી. વર્ષ 2017ની સરખામણીમાં તેણે સીધી 60 સીટો ગુમાવી છે. એટલું જ નહીં, લગભગ 12 જિલ્લામાંથી તેની ધૂળ સાફ થઈ ગઈ છે. જોકે, આમ આદમી પાર્ટીએ તેમને મોટો ઝટકો આપ્યો અને તેમની બેઠકો છીનવી લીધી. જેમાં 12 જિલ્લાઓ જેવા કે, કચ્છ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, સુરત, તાપી અને વલસાડનો સમાવેશ થાય છે. ભાજપના આ તોફાની પ્રદર્શનને કારણે કોંગ્રેસના 44 અને AAPના 128 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી.
ચૂંટણીના આંકડા મુજબ, ભાજપે સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકોમાંથી 46, દક્ષિણ ગુજરાતની 35 બેઠકોમાંથી 33, ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાંથી 22 અને મધ્ય ગુજરાતમાં 61 બેઠકોમાંથી 55 બેઠકો જીતી છે. તેની સરખામણીમાં કોંગ્રેસે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 4, દક્ષિણ ગુજરાતમાં એક, ઉત્તર ગુજરાતમાં 8 અને મધ્ય ગુજરાતમાં 5 બેઠકો જીતી હતી. ભગવા ગઢમાં ભાજપની ઐતિહાસિક જીત એ હકીકતને મજબૂત કરી છે કે અને હવે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં કોઈ મોટા પડકારનો સામનો કરવો પડશે નહીં. જોકે, શરમજનક હાર બાદ ભાજપની પરંપરાગત હરીફ કોંગ્રેસનો માર્ગ હવે ઘણો મુશ્કેલ બની ગયો છે.
5 વર્ષમાં બદલાયું ગુજરાત,
2024માં કોંગ્રેસ પરિણામ ભોગવી શકે છે
રાજકીય નિષ્ણાતો માને છે કે હિમાચલની ચૂંટણીએ કોંગ્રેસમાં ભલે થોડી આશા જગાવી હોય, પરંતુ ગુજરાતની હારને કારણે તેને જબરદસ્ત નુક્શાન થયું છે. આ હાર સાથે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની જગ્યા લેવાની તક મળી છે. હવે AAP બે પક્ષવાળા રાજ્યોમાં કોંગ્રેસનું સ્થાન લઈ શકે છે. તે આગામી વર્ષે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પડકાર આપી શકે છે. આ પડકારની અસર વર્ષ 2024ની લોકસભા પર પણ પડશે.
AAP દેશમાં કોંગ્રેસનું સ્થાન લઈ શકે છે
AAPએ ચોક્કસપણે ગુજરાતમાં તેનો પ્રભાવ બતાવ્યો હતો, પરંતુ હિમાચલમાં તેને માત્ર એક ટકા વોટ મળ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી મોટો પડકાર છે. AAP ગુજરાતમાં 13 ટકા વોટ મેળવીને રાષ્ટ્રીય પાર્ટી બની છે. જોકે, AAP દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઈ-પ્રોફાઈલ મ્યુનિસિપલ ચૂંટણીઓમાં પણ ભાજપને હરાવી દીધી છે. આ ચૂંટણીમાં ગૃહ પ્રધાન અમિત શાહથી માંડીને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય પ્રધાનો પણ મેદાનમાં ઉતાર્યા હતા.