Home /News /ahmedabad /Gujarat Elections: 2017ની જેમ આ વખતે પણ આ ટોપ 10 ઉમેદવારો સૌથી વધુ મત લેવામાં રહેશે સફળ?

Gujarat Elections: 2017ની જેમ આ વખતે પણ આ ટોપ 10 ઉમેદવારો સૌથી વધુ મત લેવામાં રહેશે સફળ?

2017ની જેમ આ વખતે પણ આ ઉમેદવારો સૌથી વધુ મત મેળવવામાં રહેશે સફળ?

Gujarat Elections Result: ગુજરાતમાં ચૂંટણીના પરિણામના ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે એક્ઝિટ પોલમાં ભાજપની સત્તા બનતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ કોને મત અને લીડ મળી હતી...

વધુ જુઓ ...
  અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બન્ને તબક્કાનું મતદાન થઈ ગયું છે. હવે મતગણતરીના માત્ર બે દિવસ બાકી છે, ત્યારે તમામ રાજકીય નેતાઓ પરિણામને લઈને મીટ માંડીને બેઠા છે. જણાવી દઈએ કે, એક્ઝિટ પોલમાં ભાજપની સત્તા આવી રહી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આપને જણાવીશું કે, 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ક્યા ઉમેદવારોને સૌથી વધારે મત અને લીડ મળી હતી.

  1. ભૂપેન્દ્રભાઈ પટેલઃ વિજેતા ઉમેદવારોની યાદીમાં સૌથી આગળ ભાજપના નેતા અને ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. તેમણે અમદાવાદ જિલ્લાની ઘાટલોડિયા બેઠક પરથી 1,17,750ના માર્જિન સાથે 1,75,652 મત મેળવ્યા હતા.

  આ પણ વાંચો: ભાજપ કે કોંગ્રેસ? AAPએ ગુજરાતમાં કોને નુકસાન પહોંચાડ્યું? એક્ઝિટ પોલનો અનુમાન
   2. ઝંખના હિતેશકુમાર પટેલઃ સુરત જિલ્લામાં ચોર્યાસી મતવિસ્તારમાંથી ભાજપના ઝંખનાનો વિજય થયો હતો. તેણીને 1,73,882 મત મળ્યા અને 1,10,819 મતોના માર્જિનથી જીત્યા હતા.

  3. હર્ષ સંઘવીઃ સુરત જિલ્લાના મજુરા મતવિસ્તારમાંથી ભાજપના સંઘવીને 1,16,741 મત મળ્યા હતા. તેઓ 85,827 મતોની સરસાઈથી જીત્યા હતા.

  4. રાકેશભાઈ જસવંતલાલ શાહ: અમદાવાદ જિલ્લા હેઠળ, ભાજપના શાહ એલિસબ્રિજ મતવિસ્તારમાંથી 1,16,811 મતોથી જીત્યા હતા. તેમનું વોટ માર્જિન 85,205 હતું.

  5. વિનોદભાઈ મોરડિયા: સુરત જિલ્લાના અન્ય ઉમેદવાર, ભાજપના મોરડિયા કતારગામ મતદારક્ષેત્રમાંથી જીત્યા જ્યારે તેમને 1,25,387 મત મળ્યા હતા. તેનું માર્જિન 79,230 હતું.

  6. પૂર્ણેશ મોદી: સુરત પશ્ચિમ મતવિસ્તારમાં 77,882 મતોના માર્જિન સાથે બીજેપીના મોદીને 1,11,615 મતો મળ્યા હતા.

  આ પણ વાંચો: ...તો શું મહેશ, છોટુભાઈ વસાવા અને કાંધલ ચૂંટણી હારે છે?

  7. સુરેશ ધનજીભાઈ પટેલ: અમદાવાદ જિલ્લા હેઠળના મણિનગર મતદારક્ષેત્રમાંથી ભાજપના પટેલ 1,16,113 મતોથી જીત્યા. તેમનું માર્જિન 75,199 મત હતા.

  8. અરવિંદકુમાર પટેલ: સાબરમતીથી ભાજપના ઉમેદવાર 1,13,503 મતો અને 68,810 મતના માર્જિન સાથે જીત્યા હતા. તે અમદાવાદ જિલ્લાનો એક ભાગ છે અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારની બનેલી સાત વિધાનસભા બેઠકોમાંથી એક છે.

  9. કૌશિકભાઈ જમનાદાસ પટેલ: અમદાવાદ જિલ્લા હેઠળના નારણપુરા મતવિસ્તારમાંથી ભાજપના પટેલ કુલ 1,06,458 મતો અને 66,215 મતોના માર્જિન સાથે જીત્યા હતા.

  10. પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા: વટવા મતવિસ્તારમાંથી ભાજપના જાડેજા 62,380 મતના માર્જીન સાથે વિજેતા બન્યા હતા. તેમને કુલ 1,31,133 મત મળ્યા હતા.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: BJP candidates, Gujarat Assembly Election 2022, Gujarat Elections

  विज्ञापन
  विज्ञापन