Home /News /ahmedabad /ગુજરાત ચૂંટણી: બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત; CM, 8 મંત્રી, 12 પૂર્વ મંત્રી સહિત 833 ઉમેદવારો મેદાને

ગુજરાત ચૂંટણી: બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત; CM, 8 મંત્રી, 12 પૂર્વ મંત્રી સહિત 833 ઉમેદવારો મેદાને

આજે સાંજે પાંચ વાગ્યાથી 93 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે.

Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ હતો. આજે સાંજે પાંચ વાગ્યાથી 93 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ હતો. આજે સાંજે પાંચ વાગ્યાથી 93 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. હવે કોઇપણ પ્રચારસભા કે રોડ-શોનું આયોજન કરી શકાશે નહીં. જોકે, આજે સાંજ બાદ ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે. જોકે, છેલ્લી ઘડીના પ્રચારમાં ઉમેદવારો એડીચોંટીનું જોર લગાવતાં જોવા મળ્યા હતા.

    93 બેઠકો પર 60 પક્ષોના 833 ઉમેદવારો મેદાને

    બીજા તબક્કાની 93 બેઠકો માટે 5મીએ મતદાન થશે. આ 93 બેઠકો પર 60 પક્ષોના 833 ઉમેદવારો જંગમાં છે. ભાજપના 93, કોંગ્રેસના 90, AAPના 93 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. અન્ય પક્ષના 272, 285 અપક્ષો મેદાને છે. 833 પૈકી 764 પુરૂષ, 69 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. 93 પૈકી ભાજપમાંથી 8 મહિલા ઉમેદવારો, કોંગ્રેસના 8, AAPના 1, અન્ય પક્ષના 31 મહિલા ઉમેદવારો મેદાને છે. કુલ 285 અપક્ષમાંથી 21 મહિલા અપક્ષ ઉમેદવાર છે. અપક્ષની વાત કરીએ તો, સૌથી વધુ બાપુનગરમાં 29 અપક્ષ, સૌથી ઓછા ઈડરમાં 3 અપક્ષ ઉમેદવાર છે.

    આ પણ વાંચો: 10 લાખ વોટ વધુ પડ્યા, ખૂબ મોટી લીડ સાથે ઘણી બધી બેઠકો જીતીશું: પાટીલ

    બીજા તબક્કામાં CM, 8 મંત્રી અને 12 પૂર્વ મંત્રી મેદાને

    બીજા તબક્કામાં CM, 8 મંત્રી અને 12 પૂર્વ મંત્રી મેદાને છે. બીજા તબક્કામાં કોંગ્રેસના 2 કાર્યકારી પ્રમુખ મેદાને છે. બીજા તબક્કામાં 2 પૂર્વ CMના પુત્ર પણ ચૂંટણી મેદાને છે. મતદારોની વાત કરીએ તો, બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદાર છે. ઘાટલોડિયામાં સૌથી વધુ 4 લાખ 28 હજાર 542 મતદાર છે. 93 પૈકી 2017માં ભાજપને 51, કોંગ્રેસને 39, અપક્ષને 3 બેઠક મળી હતી.

    જાતિ-ક્ષાતિ અનુસાર ઉમેદવાર

    જાતિ-ક્ષાતિ અનુસાર ઉમેદવારોની વાત કરીએ તો, ભાજપના 8, કોંગ્રેસના 10 લેઉઆ પાટીદાર ઉમેદવાર છે. કડવા પાટીદાર ઉમેદવાર ભાજપના 12, કોંગ્રેસના 6 છે. આદિવાસી ઉમેદવાર ભાજપના 13, કોંગ્રેસના 13 છે. કોળી ઉમેદવાર ભાજપના 3, કોંગ્રેસના 3 છે. ક્ષત્રિય ઉમેદવાર ભાજપના 9, કોંગ્રેસના 11 છે. SC ઉમેદવાર ભાજપના 6, કોંગ્રેસના 6 છે. મુસ્લિમ ઉમેદવાર ભાજપનો એક પણ નહીં, કોંગ્રેસના 2 છે. ક્ષત્રિય ઠાકોર ઉમેદવાર ભાજપના 18, કોંગ્રેસના 24 છે. બ્રાહ્મણ ઉમેદવાર ભાજપના 9, કોંગ્રેસના 4 છે. જ્યારે અન્ય સમાજના ઉમેદવાર ભાજપના 15, કોંગ્રેસના 11 છે.

    89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન

    ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 82.33 ટકા તો કચ્છના ગાંધીધામમાં સૌથી ઓછુ 47.86 ટકા મતદાન નોંધાયું છે. કુલ 788 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે. તો કેટલીક જગ્યાએ ઈવીએમ પણ ખોટવાયા હોવાની ફરિયાદો મળી હતી.

    2017ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલા મતદાન કરતાં ઓછું વોટિંગ

    આ વખતે 2017ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલા મતદાન કરતાં ઓછું વોટિંગ નોંધાયું છે. વર્ષ 2017માં 68.33 ટકા મતદાન થયુમ હતું. જ્યારે આ વખતે 7 ટકા જેટલું મતદાન ઓછું થયું છે. આ ઉપરાંત શહેરોમાં પણ 9 ટકા જેટલું મતદાન ઓછું નોંધાયું છે. આ બધાની વચ્ચે માત્ર ભાવનગરની ગારિયાધાર બેઠક પર જ મતદાન વધ્યું છે. ગારિયાધાર બેઠક પર 3.64% મતદાન વધ્યું છે જે રસપ્રદ છે.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Election campaign, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन