How to vote in India :ગૂગલનું ડૂડલ તમને જણાવશે કેવી રીતે કરવું મતદાન

News18 Gujarati
Updated: April 23, 2019, 4:19 PM IST
How to vote in India :ગૂગલનું ડૂડલ તમને જણાવશે કેવી રીતે કરવું મતદાન
GujaratElections2019 voting

ગૂગલ ડૂડલનો એક પ્રયાસ તમામ ભારતીયો કરે વધુ મતદાન

  • Share this:

આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં સૌથી વધુ 117 બેઠકો ઉપર 13 રાજ્યો અને 02 કેન્દ્ર સાશિત પ્રદેશોમાં મતદાન થઇ રહ્યું છે. સાત પૈકી હજુ ચાર તબક્કાઓનું મતદાન બાકી છે ત્યારે અહીં પોલિંગ બૂથ ઉપર જઈને તમે કઈ રીતે મતદાન કરશો તેની જાણકરી આપેલી છે :


1. પહેલા પોલિંગ કર્મચારી તમારું નામ વોટર લિસ્ટમાં છે કે નહિ તે ચકાસી તમારું ઓળખપત્ર ચકાશસે
2. બીજા પોલિંગ કર્મચારી તમારી આંગળી ઉપર શાહીનું ટપકું કરશે, તમને એક સ્લીપ આપશે અને ફોર્મ-17એ માં તમારું નામ નોંધી તમારી સહી લેશે

3. આ સ્લીપ તમારે ત્રીજા પોલિંગ કર્મચારીને આપવાની રહેશે અને શાહીવાળી આંગળી બતાવી, તમારે પોલિંગ બુથ તરફ જવાનું રહેશે
4. હવે મતદાન બૂથમાં જાઓ, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં તમારી પસંદગીના ઉમેદવારના નામને જુઓ અને તેના નામ સામે રહેલું બટન દબાવો
5. આ બટન દબાવી લેશો એટલે તમને 'બીપ' એવો અવાજ સંભળાશે

Loading...

6. વીવીપેટની પારદર્શક વિન્ડોમાંથી એક સ્લીપ નીકળતી દેખાશે। આ સ્લિપમાં તમે ઉમેદવારનો સિરિયલ નંબર, નામ તેનું ચૂંટણી ચિહન દેખાશે। આ સ્લીપ તમે બટન દબાવ્યા બાદની સાતમી સેકન્ડ પછી વીવીપેટના બોક્સમાં પડશે
7. જો તમે કોઈપણ ઉમેદવારને મત ન આપવા માંગતા હો તો, 'નન ઓફ ધ અબૉવ' (નોટા)નું છેલ્લું બટન પણ ઈવીએમમાં દબાવી શકો છો

First published: April 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...