Home /News /ahmedabad /Gujarat Election 2022: યુથ કોંગ્રેસનો India’s Rising Talent કાર્યક્રમ: વોટ્સએપ પર મોકલો મોંઘવારી-બેરોજગારીનો એક મિનિટનો વીડિયો
Gujarat Election 2022: યુથ કોંગ્રેસનો India’s Rising Talent કાર્યક્રમ: વોટ્સએપ પર મોકલો મોંઘવારી-બેરોજગારીનો એક મિનિટનો વીડિયો
કાર્યક્રમનું લોંચિંગ કરવામાં આવ્યું
Gujarat Election 2022 : ચૂંટણીમાં યુથને આકર્ષિત કરવા પ્રયાસ. દેશની વર્તમાન સ્થિતિ જેવી કે, મોંઘવારી બેરોજગાર સહિત મુદ્દે એક મિનિટનો વીડિયો અપલોડ કરવા આહવાન કર્યું હતું.
અમદાવાદ : ૨૦૨૨ના અંતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) યોજાઇ રહી છે. ત્યારે રાજકીય પક્ષો મતદારો પોતાની તરફ આકર્ષિત કરવા માટે અલગ અલગ કાર્યક્રમ આયોજીત કરતા હોય છે. ત્યારે યુથ કોગ્રેસ (Gujarat youth congress) દ્વારા યુવાનોને આકર્ષિત કરવા માટે India’s Rising Talent કાર્યક્રમનું લોંચિંગ કરવામાં આવ્યું હતું . એક વોટસઅપ નંબર જાહેર કરી યુવાનો પાસે વર્તમાન પરિસ્થિતિ અંગે ફિડબેક મેળવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે, વિધાનસભા ચૂંટણીમાં યુવાનો મત આકર્ષિત કરવા માટે યુથ કોંગ્રેસ એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે . યુથ કોંગ્રસ દ્વારા ગુજરાતની જાણિતા કલાકારોની ઉપસ્થિતિમાં India’s Rising Talent કાર્યક્રમનું લોંચિંગ કરાયું હતુ. આ સાથે Whatsapp નંબર 9909239919 પણ જાહેર કરવામાં આવ્યો. જેમા દેશની વર્તમાન સ્થિતિ જેવી કે, મોંઘવારી બેરોજગાર સહિત મુદ્દે એક મિનિટનો વીડિયો અપલોડ કરવા આહવાન કર્યું હતું.
વધુમાં વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે, યુથ કોંગ્રેસ દ્વારા India’s Rising Talent કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત યુથ કોંગ્રેસ દેશભરના પ્રતિભાશાળી યુવાનો જેવા કે સિંગર, કોમેડીયન, એક્ટર, મિમિક્રિ આર્ટિસ્ટ , રીલ્સ ક્રિએટર જેવી વિવિધ પ્રતિભા ધરાવતા હોય તેમને મંચ આપી રહી છે.
સોની જેસ્વાની એક્ટર અને પૂર્વ Mrs India સોની જેસ્વાની, ભુમી પંચાલ (ગુજરાતી સિંગર ), હિરેન ત્રિવેદી (સ્ટેન્ડઅપ કોમેડીયન), આદેશ તોમર ( એક્ટર) અને વિરલ મેવાણી ( એક્ટર ) સહિત નામાંકિત કલાકારો હાજર રહ્યા હતા. કલાકારોએ પણ કોંગ્રેસના આ પ્રોજેકટની પ્રસંશા કરી હતી. આ પ્રોજેકટથી નવા યુથને સારો મંચ મળશે. યુવાનો પોતાની વાત સરળતાથી સોશિયલ મિડીયા માધ્યમથી મુકી શકશે. યુવાનોનો એક અવાજ આ મંચ બની રહેશે. પ્રતિસ્પર્ધીઓ પોતાના અંદાજમાં હાલની દેશની પરીસ્થિતિ વિશે અથવા સમસ્યાઓ જેવી કે મોંઘવારી, બેરોજગારી કે મહિલા સુરક્ષા જેવા અનેક મુદ્દાઓ પર પણ પોતાની વાત કલાત્મક રીતે મુકી શકશે. જોવાનું રહે છે, યુથ કોંગ્રેસનો પ્રોજેકટ કેટલો સફળ સાબિત થાય છે. યુથ શું કોંગ્રેસ તરફ આકર્ષિત થાય છે કે નહી તે સમય બતાવશે.