અમદાવાદ: જિલ્લાની વિરમગામ બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ૩૯માં નંબરની બેઠક છે. વિરમગામ બેઠક સામાન્ય બેઠક છે. વિરમગામ બેઠકનો સમાવેશ સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. વિરમગામ બેઠકમાં વિરમગામ શહેર સહિત વિરમગામ, માંડલ અને રામપુરા-દેત્રોજ તાલુકાનો સમાવેશ થાય છે. વિરમગામ બેઠકમાં કુલ 2,90,817 મતદારો છે.
વિરમગામ બેઠકની ઉત્તરે મહેસાણા જિલ્લાની બેચરાજી બેઠકમાં સમાવિષ્ટ બેચરાજી અને જોટાણા તાલુકો, પૂર્વમાં મહેસાણા જિલ્લાની કડી અને અમદાવાદ જિલ્લાની સાણંદ બેઠકમાં સામેલ સાણંદ અને બાવળા તાલુકો, દક્ષિણમાં સુરેન્દ્રનગર જિલ્લાની લિમડી બેઠક અને પશ્ચિમમાં સુરેન્દ્રનગર જિલ્લાની લિમડી બેઠક અને સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા બેઠકમાં સામેલ દસાડા અને લખતર તાલુકાઓ આવેલા છે.
વિરમગામ બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ ભાજપના ડો. તેજશ્રીબેન પટેલ સામે 6548 મતની સરસાઈથી જીત્યા હતાં.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
સરસાઇ
1962
પરસોત્તમ પરીખ
સ્વરાજ્ય પાર્ટી
361967
1967
જી એચ પટેલ
INC
6455
1972
કાંતિભાઈ પટેલ
NCO
2423
1980
દૌડભાઈ પટેલ
INC
6312
1985
પટેલ સોમાભાઈ (કોળી)
ભારતીય જનતા પાર્ટી
2446
1990
હતદત્તસિંહ જાડેજા
ભારતીય જનતા પાર્ટી
21361
1995
મચ્છર જયંતિલાલ
ભારતીય જનતા પાર્ટી
7565
1998
પ્રેમજીભાઈ વદલાણી
INC
6003
2002
વજુભાઈ ડોડિયા
ભારતીય જનતા પાર્ટી
3064
2007
કમાભાઈ રાઠોડ
ભારતીય જનતા પાર્ટી
3316
2012
ડૉ. તેજશ્રીબેન પટેલ
INC
16983
2017
લાખાભાઈ ભરવાડ
INC
6548
1975ની ચૂંટણીમાં વિરમગામ બેઠક નાબૂદ કરવામાં આવી હતી, તે છોડીને અત્યાર સુધી થયેલી કુલ 12 ચૂંટણીઓમાં કોંગ્રેસ અને ભાજપ બંને 5-5 વાર તથા સ્વતંત્ર પક્ષ અને સંસ્થા કોંગ્રેસ 1-1 વાર વિજયી થયા છે.
ગત ફેબ્રુઆરીમાં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં વિરમગામ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી ભાજપને 16 અને કોંગ્રેસને 04, માંડલ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી ભાજપને 11 અને કોંગ્રેસને 05 જ્યારે રામપુરા દેત્રોજ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી ભાજપને 10, કોંગ્રેસને 05 અને અપક્ષને 01 બેઠક મળી હતી. ઉપરાંત, શહેરી વિસ્તારમાં વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 36 બેઠકોમાંથી ભાજપને 22 અને અપક્ષોને 14 બેઠક મળી હતી. હાર્દિક પટેલના આ ગૃહનગરમાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું..
વિરમગામ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર સામે સામે લડી રહ્યા છે. જે બન્ને ઉમેદવાર સરખેસરખા બળિયા પુરવાર થઇ રહ્યા છે. પરંતુ આપ અને અન્ય અપક્ષ ઉમેદવાર કોણે ખેલ બગાડે છે તો જોવાનું રહે છે. ભાજપે પાટીદાર આંદોલન ચહેરો અને પૂર્વ કોંગ્રેસ કાર્યાકરી પ્રમુખ રહી ચુકેલા તેમજ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરનાર હાર્દિક પટેલ ટિકિટ આપી પાટિદાર સમાજને મેસેજ આપ્યો છે. તો વળી કોંગ્રેસ પક્ષ વર્તમાન ધારાસભ્ય લાખાભાઇ ભરવાડને રિપિટ કરી ઓબીસી કાર્ડ રમ્યું છે. વિરમગામ વિધાનસભા બેઠકમાં વિરમગામ, માંડલ અને રામપુરા-દેત્રોજ તાલુકાનો સમાવેશ થયા છે. અહીં ઠાકોર વોટ બેંક મોટી સંખ્યામાં છે. જ્યારે વિરમગામ મુસ્લિમ મતોની પણ ટકાવારી વધુ છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પાટિદાર વોટ બેંક વધુ છે. આ બેઠકનો ઇતિહાસ રહ્યો છે. જે પણ ઉમેદવાર જીત્યો છે તે માત્ર પાંચથી 10 હજારના મતનું માર્જીન રહે છે. હાલ બન્ને ઉમેદવાર સામે સીધી ટક્કર છે .
" isDesktop="true" id="1291770" >
ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ દાવો છે કે, તેઓ આ બેઠક સૌથી વધુ માર્જિન મતથી જીત મેળવશે. તેઓ ભાજપ અને મોદીએ કરેલા કામોના આધારે મત માંગી રહ્યા છે.
કોંગ્રેસ ઉમેદવાર લાખાભાઇ ભરવાડે જણાવ્યુ હતું કે, તેઓ કરેલા પાંચ વર્ષના કામના આધારે પ્રજા મત આપશે. ફરી એકવાર વિરમગામમાં કોંગ્રસ પંજો આવશે.