Home /News /ahmedabad /Gujarat Election update: પ્રથમ તબક્કામાં આ છે સૌથી વધુ ધનવાન ઉમેદવાર, 200 કરોડની છે સંપત્તિ

Gujarat Election update: પ્રથમ તબક્કામાં આ છે સૌથી વધુ ધનવાન ઉમેદવાર, 200 કરોડની છે સંપત્તિ

રાજકોટનાં કોંગ્રેસનાં ઉમેદવાર ઇન્દ્રનિલ રાજ્યગુરુ

Gujarat Election news : ફોર્મ ભરવાના છેલ્લા દિવસે એટલે કે, 14મી નવેમ્બરના રોજ કોંગ્રેસમાંથી વિધાનસભા 68 બેઠક માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભર્યુ હતુ.

    અમદાવાદ: ગુજરાત ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટેનાં ફોર્મ ભરાઇ ગયા છે. જેમાં ઉમેદવારોએ રજૂ કરેલા સોગંધનામાને આધારે તેમના અભ્યાસ-મિલકત સહિતની વિગતો સામે આવી છે. જે પ્રમાણે રાજકોટ પૂર્વ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર તરીકે જાહેર કરેલા અને તાજેતરમાં જ આપમાંથી ફરીથી કોંગ્રેસમાં આવેલા આ બેઠકનાં ભૂતપૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આ વખતે પણ સંભવત સૌથી ધનિક ઉમેદવાર બની શકે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. ફોર્મ ભરતી વખતે તેમણે સોગંદનામાંમાં જાહેર કર્યા પ્રમાણે, પત્ની સાથેની કુલ 200 કરોડ રુપિયાની સંપત્તિ દર્શાવી છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે એટલે કે, 14મી નવેમ્બરના રોજ કોંગ્રેસમાંથી વિધાનસભા 68 બેઠક માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભર્યુ હતુ.

    પૂર્વ ધારાસભ્ય અને ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર કરેલા સોગંદનામા મુજબ તેમણે ધોરણ 12 પાસ સુધી અભ્યાસ કર્યો છે. તેમની પાસે રોકડા રૂ.5.79 લાખ અને તેના પત્ની દર્શનાબેન પાસે રૂ. 34 હજાર દર્શાવ્યા હતા. પોતાના બેંક ખાતામાં ઇન્દ્રનીલે થાપણ રોકાણ તરીકે રૂ.43 કરોડ બતાવ્યા હતા. ઇન્દ્રનીલ વૈભવી કારના શોખીન છે, તેમના નામે વોક્સવેગન, લેન્ડરોવર, બીએમડબ્લ્યુ સહિતની કંપનીની કાર અને બીએમડબ્લ્યુ સહિતની કંપનીના બાઇક સહિતના રૂ.2.42 કરોડના વાહનો છે. પત્ની પાસે રૂ.33 લાખના વાહનો અને એક ડઝન વૈભવી કાર છે, ઇન્દ્રનીલ પાસે રૂ.34 લાખનું સોનું અને તેમના પત્ની પાસે રૂ.2.89 લાખનું સોનું છે. આ સાથે 2021-22માં ઇન્દ્રનીલે રૂ.41 લાખનું અને પત્ની દર્શનાબેને રૂ.50 લાખનું રિટર્ન ભર્યું હતું, જ્યારે 2018-19માં ઇન્દ્રનીલે 33 કરોડનું રિટર્ન ફાઇલ કર્યું હતું.

    આ પણ વાંચો: કોંગ્રેસે સરદાર પટેલની હંમેશા અવગણના કરી: શાહ

    ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે અનેક સ્થળે ખેતીની જમીન, મકાન, ફ્લેટ અને પ્લોટ છે. મુંજકાના વિવિધ સરવે નંબરો, સુરેન્દ્રનગર, હડમતિયા બેડી, કાળીપાટ, રૈયામાં ખેતીની જમીન, વાંકાનેર તાલુકા, ભગવતીપરા સહિતના વિસ્તારોમાં જમીનના પ્લોટ, જાગનાથ, રૈયા રોડ, મુંજકા, રૈયાગામ અને ધારીમાં 48 કરોડથી વધુ કિંમતના મકાનો છે.

    કન્સ્ટ્રક્શન અને હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાના પર રૂ.61 કરોડનું અને તેમના પત્ની દર્શાનબેન ઉપર રૂ.14 કરોડનું દેણું દર્શાવ્યું હતું. ઇન્દ્રનીલે જાહેર કરેલી મિલકતોમાં 92 કરોડની સ્થાવર, 87 કરોડની સ્વોપાર્જિત અને રૂ. 47 કરોડની વારસાગત મિલકતો દર્શાવી હતી.

    આ પણ વાંચો: બીજેપી નંબર 1, આપ 2 અને કોંગ્રેસ નંબર 3 પર રહેશે

    આપને જણાવી દઇએ કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ 2017માં વિધાનસભા 69 બેઠક પર તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેમણે ફોર્મ ભરતી વખતે રૂ.141 કરોડની મિલકત દર્શાવી હતી. જે જોતા કહી શકાય કે, પાંચ વર્ષમાં તેમની પાસે 59 કરોડની મિલકતનો વધારો થયો છે. ઇન્દ્રનીલ સામે વર્ષ 2017માં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે.
    " isDesktop="true" id="1284104" >



    રાજકોટની ચાર બેઠક માટે ઉમેદવારી નોંધાવનાર મુખ્ય પક્ષોના ઉમેદવારો કરોડપતિ છે, ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસમાંથી વિધાનસભા 68 બેઠક માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વિધાનસભા 69 બેઠક માટે મનસુખ કાલરિયાએ ફોર્મ ભર્યા હતા, ફોર્મ સાથે કરેલા સોગંદનામામાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની તથા તેના પત્નીની મળી રૂ.200 કરોડની મિલકત દર્શાવી હતી, રાજ્યગુરુ પાસે વૈભવી ગાડીનો ખજાનો હોવાનું પણ જોવા મળ્યું હતું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन