Home /News /ahmedabad /ગુજરાત ચૂંટણી પરિણામ 2022: ભાજપ કમલમમાં ઉજવણી તો કોંગ્રેસની 'પરિવર્તન'ની ઘડિયાળ બંધ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022: ભાજપ કમલમમાં ઉજવણી તો કોંગ્રેસની 'પરિવર્તન'ની ઘડિયાળ બંધ

કોંગ્રેસની પરિવર્તનની ઘડિયાળ બંઘ થઇ ગઇ

Gujarat Election Results 2022: હાલ અમદાવાદનાં કોંગ્રેસનાં કાર્યાલયમાં કાગડા ઉડી રહ્યા છે જ્યારે કમલમમાં બીજેપીના કાર્યાલયમાં ઉજવણીનો માહોલ છવાયો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનાં પરિણામો સામે આવી રહ્યા છે જેમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે. ગાંધીનગર કમલમની ઓફિસમાં એક તરફ ઉજવણીનો માહોલ છવાયો છે. તો બીજી તરફ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયની ઓફિસની ધડિયાળ બંધ થઇ ગઇ છે.

    કોંગ્રેસે 12 વાગ્યા પહેલા જ બંધ કરી ઘડિયાળ


    નોંધનીય છે કે, 2018માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ વિપક્ષમાં હતી. જેમાં વિધાનસભાની ચૂંટણીના 175 દિવસ પહેલા આ પ્રકારની ઘડિયાળ લગાવવામાં આવી હતી. ત્યાર બાદ કોંગ્રસની સત્તા આવી હતી. આ અંગે કોંગી નેતાના જણાવ્યા અનુસાર, ગુજરાત ચૂંટણીમાં પણ પ્રચાર દરમિયાન લોકોની જે ભાવના હતી તેને પ્રતિબિંબ કરવા માટે આ ઘડિયાળ મુકવામાં આવી છે. આ ઘડિયાળમાં એક-એક સેકેન્ડનો હિસાબ છે. જે દિવસે ચૂંટણીનું પરિણામ આવશે. તે દિવસે 12 વાગ્યે ઘડિયાળ બંધ થશે અને ભાજપની સરકાર સત્તાવિહીન બનશે.

    કોંગ્રેસની પરિવર્તનની ઘડિયાળ બંઘ થઇ ગઇ

    કમલમમાં ઉજવણી શરૂ


    જ્યારે બીજી તરફ ગુજરાત ચૂંટણી પરિણામ સામે આવતા ગુજરાત વિધાનસભાની મતગણતરીનાં વલણમાં ભાજપ 182માંથી 150થી વધુ બેઢકો પર આગળ ચાલી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં ભાજપનાં કાર્યાલય કમલમમાં ઢોલનગારા સાથે ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.

    કમલમમાં ઉજવણી

    કોંગ્રેસ ઉમેદવારે ગળેટૂંપો ખાવાનો કર્યો પ્રયાસ


    ગુજરાત ચૂંટણી લાઇવ: ગાંધીધામ મત ગણતરી કેન્દ્ર પર મોટો હોબાળો મચ્યો છે. કોંગ્રેસ ઉમેદવારે ગણતરી કેન્દ્રમાં જ ગળેટુંપો ખાવાનો પ્રયાસ કર્યો છે. અનેક રાઉન્ડથી ઇવીએમ મશીન પરના સીલ, સહી સિક્કામાં તફાવત હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરજ પર હાજર કર્મચારીઓએ કોઈ પગલાં ન લેતા ધરણાં પર બેઠા હતા. ધરણાં પર બેસવા છતાંય પગલાં ન લેવાતા ગળેફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો છે. જે બાદ પોલીસ અધિક્ષક અને કલેક્ટરે સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Election Results 2022, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત ચૂંટણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन