Congress Allegation on EC: ગુજરાત વિધાનસભા ચૂંટણીની મત ગણતરીને લઇને ચૂંટણી પંચ સતત પ્રારંભિક વલણ જાહેર કરી રહ્યું છે. રૂઝાન અનુસાર, બીજેપી ગુજરાતમાં પોતાનો પરચમ લહેરાવી રહી છે. રૂઝાનોમાં બીજેપીને બહુમત મળતી જોવા મળી રહી છે.
બીજેપી 183 સીટોમાંથી 149 પર બહુમત બનાવી રહી છે તો કોંગ્રેસ સતત પાછળ ચાલી રહી છે. કોંગ્રેસને 19 સીટો મળતી જોવા મળી રહી છે. તેનાથી કોંગ્રેસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સતત ગગડતા આંકડાઓને લઇને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે.
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે પહેલીવાર સ્વીકાર્યુ છે કે ટ્રેન્ડ તેમની વિરુદ્ધ ચાલી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, ટ્રેંડ અમારી વિરુદ્ધ છે. તેમણે તેમ પણ કહ્યું કે જનતા જે પણ નિર્ણય લેશે, અમે સ્વીકારીશુ. તેમણે વધુમાં જણાવ્યું કે, અમારા તરફથી કોઇ કમી ન હતી, તેમ છતાં પરિણામ ચોંકાવનારા છે. અમે સમીક્ષા કરીશુ. હાર બાદ ઘણા સવાલ ઉઠે છે. ચૂંટણીમાં જીત હારના એક કારણ નથી હોતા. મોદી મેજિક જેવું કાઇ નથી.
બીજી બાજુ હિમાચલમાં બીજેપી અને કોંગ્રેસમાં સતત કાંટાની ટક્કર ચાલી રહી છે. હિમાચલના કાંગડાની 6 વિધાનસભા સીટો અને મંડીની 2 સીટો પર કોંગ્રેસ આગળ ચાલી કગી છે. તેવામાં પાર્ટી કુલ 29 સીટો પર આગળ છે. બીજેપી 27 સીટો પર આગળ છે.
ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની કુલ 21 સીટોમાંથી 19 સીટો પર બીજેપી લીડમાં છે અને કોંગ્રસ માત્ર 2 સીટો પર આગળ ચાલી રહી છે. તાપીમાં એક સીટ પર બીજેપી અને એક પર આમ આદમી પાર્ટી આગળ છે. સુરતમાં 16 સીટોમાંથી 14 પર બીજેપી, એક સીટ પર કોંગ્રેસ અને એક સીટ પર 'આપ' આગળ ચાલી રહી છે.