Home /News /ahmedabad /અમદાવાદ: બાપુનગર બેઠક કોંગ્રેસના હાથમાંથી સરકી, ભાજપના દિનેશ કુશવાહની જીત

અમદાવાદ: બાપુનગર બેઠક કોંગ્રેસના હાથમાંથી સરકી, ભાજપના દિનેશ કુશવાહની જીત

બાપુનગરના ભાજપના ઉમેદવાર દિનેશ કુશવાહની જીત થઇ છે.

Gujarat election result 2022 live updates: બાપુનગરના ભાજપના ઉમેદવાર દિનેશ કુશવાહની જીત થઇ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલની હાર થઇ છે.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. આજે સવારના 8 કલાકથી ગણતરી ચાલી રહી છે, ત્યારે બાપુનગરના ભાજપના ઉમેદવાર દિનેશ કુશવાહની જીત થઇ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલની હાર થઇ છે.

    ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના બાપુનગર, રખિયાલ અને સરસપુર વોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકની રચના નવા સીમાંકનમાં કરવામાં આવી છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

    આ પણ વાંચો: ભાજપની ઐતિહાસિક જીત, પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠકનો રેકોર્ડ તોડ્યો

    અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પર 59.05 ટકા મતદાન

    અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પર 59.05 ટકા મતદાન થયું હતું. જ્યારે જિલ્લામાં કુલ 35,45,691 મતો પડ્યા હતા. જિલ્લાની બેઠકોની વાત કરીએ તો, વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઇ, ઘોળકા, ધંધૂકાનો સમાવેશ થાય છે.

    સરેરાશ મતદાન 64.33 ટકા

    આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Election Results 2022, Gujarat Assembly Election 2022

    विज्ञापन
    विज्ञापन