Home /News /ahmedabad /Gujarat Election 2022: 'સીટોની સાચી ભવિષ્યવાણી કરો અને પાંચ લાખ રૂપિયા લઇ જાઓ,' ગુજરાતમાં કોંગ્રેસની અનોખી ચેલેન્જ

Gujarat Election 2022: 'સીટોની સાચી ભવિષ્યવાણી કરો અને પાંચ લાખ રૂપિયા લઇ જાઓ,' ગુજરાતમાં કોંગ્રેસની અનોખી ચેલેન્જ

અત્યાર સુધી 300થી વધુ લોકોએ ઇનામ માટે આ ગૂગલ ફોર્મ ભર્યુ

Gujarat Election: ગુજરાતમાં આજે વિઘાનસભા ચૂંટણીના પરિણામ આવશે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાની અનોખી ચેલેન્જ સામે આવી છે. તેમણે ચેલેન્જ આપી છે કે જે સીટોની ભવિષ્યવાણી કરશે તેને ઇનામ મળશે.

    Gujarat Assembly Election 2022: ગુજરાતમાં ચૂંટણીના પરિણામો આજે આવી જશે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હિમાંગ રાવલની ચેલેન્જ સામે આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના લેટર હેડ પર તે વાતની પુષ્ટિ કરવામાં આવી છે. લેટર હેડ પર લખવામાં આવ્યું છે કે સીટોની સાચી ભવિષ્યવાણી કરનારને 5 લાખ 51 હજાર રૂપિયા રોકડ આપવામાં આવશે.

    તેમણે તેના માટે કાયદેસર ગૂગલ ફોર્મ પણ જાહેર કર્યુ છે. જેથી લોકો પોતાના અનુમાનની સીટો લખી શકે. અત્યાર સુધી 300થી વધુ લોકોએ ઇનામ માટે આ ગૂગલ ફોર્મ ભર્યુ છે. એગ્ઝિટ પોલને ખોટુ સાબિત કરવા માટે આ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો :  Gujarat Election Results 2022: આ 10 પોપ્યુલર નેતાઓનો વટ દાવ પર લાગ્યો! પરિણામ પછી ભવિષ્ય નક્કી થશે

    એગ્ઝિટ પોલના આંકડા શું કહે છે?


    ગુજરાતમાં આજે ચૂંટણીના પરિણામ સામે આવી જશે. સવારે આઠ વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. પોલીસે તેના માટે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરી છે. ચૂંટણી પહેલા સામે આવેલા એગ્ઝિટ પોલના આંકડા અનુસાર બીજેપીને પૂર્ણ બહુમત મળી છે.



    એગ્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં બીજેપીને 128થી 140 સીટો મળી શકે છે. કોંગ્રેસને 31થી 43 સીટો મળી શકે છે. આમ આદમી પાર્ટીને 3થી 11 સીટો મળી શકે છે. તથા અન્યનને 2થી 6 મીટો મળવાનું અનુમાન છે.

    ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ?


    ગુજરાતમાં પાછલા 27 વર્ષોથી બીજેપી સત્તામાં છે. ગુજરાતમાં 182 વિધાનસભા સીટો માટે ચૂંટણી બે ચરણોમાં એક ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરે થઇ હતી. ગુજરાતમાં 37 મતગણતરી કેન્દ્રો પર આજે સવારે આઠ વાગ્યાથી મત ગણતરી શરૂ થશે.



    ગુજરાતમાં ચૂંટણીનો જંગ હંમેશાથી બીજેપી અને કોંગ્રેસ વચ્ચે રહી છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ મુકાબલો હવે ત્રિકોણીય બની ગયો છે. ગુજરાતમાં આપ તમામ સીટો પર રહી છે અને તેણે ઇસુદાન ગઢવીને પોતાના સીએમ ઉમેદવાર બનાવ્યા છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022, Gujarat assembly polls result, Gujarat Elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन