Home /News /ahmedabad /અમદાવાદ ચૂંટણી પરિણામ 2022: કોંગ્રેસનો ગઢ ગણાતી દરિયાપુર સીટ હાથમાંથી સરકી, ભાજપની જીત

અમદાવાદ ચૂંટણી પરિણામ 2022: કોંગ્રેસનો ગઢ ગણાતી દરિયાપુર સીટ હાથમાંથી સરકી, ભાજપની જીત

ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત થઇ છે.

Gujarat Ahmedabad Election Result 2022: કોંગ્રેસ માટે અપસેટના સમાચાર છે. દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની હાર થઇ છે, જ્યારે ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત થઇ છે.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. આજે સવારના 8 કલાકથી ગણતરી ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસ માટે અપસેટના સમાચાર છે. દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની હાર થઇ છે, જ્યારે ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત થઇ છે.

    આ બેઠક પર 59.40 ટકા મતદાન થયું હતું


    અમદાવાદની દરિયાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ મેદાને હતા. નોંધનીય છે કે, આ બેઠક પર 1,24,696 વોટ પડ્યા હતા. ટકાવારી પ્રમાણે આ બેઠક પર 59.40 ટકા મતદાન થયું હતું. દરિયાપુર બેઠક પર કુલ 2,09,909 મતદારો છે. જેમાં 1,07,597 પુરુષ મતદારો અને 1,02,300 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

    2017-2012માં પણ ભાજપની થઇ હતી જીત


    બીજી બાજુ, ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી. 2017માં આ બેઠક પર 65.16% ટકા મતદાન થયું હતું. જ્યારે 6,187 મતોથી કોંગ્રેસની જીત થઇ હતી. આવી રીતે જ વર્ષ 2012માં પણ આ બેઠક પર કોંગ્રેસનો કબ્જો રહ્યો હતો. 2012માં આ બેઠક પર 70.66% ટકા મતદાન થયું હતું અને 2,621 મતોની લીડથી ભાજપે જીત હાંસલ કરી હતી.

    સરેરાશ મતદાન 64.33 ટકા


    આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.

    બે બેઠક પર 80%થી વધુ મતદાન


    આ વખતનાં ગુજરાત ચૂંટણીમાં મતદાનનાં આંકડા તપાસીએ તો, થરાદ અને ડેડિયાપાડા બે બેઠક પર 80 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે 70 ટકાથી વધુ મતદાન થયું હોય તેવા માત્ર પાંચ જિલ્લા છે. જેમાં નર્મદા, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. 60થી 69 ટતા મતદાન નોંધાયું હોય તેવા 22 જિલ્લા છે. આ ઉપરાંત સૌથી વધુ મતદારો ધરાવતા અમદાવાદ જિલ્લામાં માત્ર 59.05 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 86.91 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે.

    આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામો 2022 લાઈવ અપડેટ્સ
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Election Results 2022, Gujarat Assembly Election 2022

    विज्ञापन
    विज्ञापन