પાટીદાર નેતા હાર્દિક પટેલના લીધે આ બેઠક પર સૌ કોઇની નજર છે.
Gujarat Viramgam election result 2022 News: ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામ દરમિયાન સૌની નજર અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર છે. આ બેઠક પરથી ભાજપે હાર્દિક પટેલને ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યો છે. જેની સામે કોંગ્રેસના લાખાભાઇ ભરવાડ મેદાને છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામ દરમિયાન સૌની નજર અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર છે. આ બેઠક પરથી ભાજપે હાર્દિક પટેલને ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યો છે. જેની સામે કોંગ્રેસના લાખાભાઇ ભરવાડ મેદાને છે. ખાસ કરીને રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, આ બેઠક પર હાર્દિક પટેલની હાર-જીત તેનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. પાટીદાર નેતા હાર્દિક પટેલના લીધે આ બેઠક પર સૌ કોઇની નજર છે.
65.57 ટકા મતદાન નોંધાયું હતું
બેઠક નંબર 39 વિરમગામ ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત વિસ્તારના અમદાવાદ જિલ્લામાં આવેલી વિધાનસભા બેઠક છે. વિરમગામ બેઠક સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર હેઠળ આવે છે. આ બેઠક જનરલ ગ્રામ્ય કેટેગરી હેઠળ આવે છે. 2022ની ચૂંટણીમાં વિરમગામ બેઠક પર કુલ 198488 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે ટકાવારી પ્રમાણે 65.57 ટકા મતદાન નોંધાયું હતું.
વિરમગામ ગામ બેઠક પર 3,02,734 કુલ મતદારો છે. જેમાંથી પુરુષ મતદારો 1,56,004 અને મહિલા મતદારો 1,46,726 છે. જ્યારે આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહેલો છે. વર્ષ 2017માં 6,548 મતોથી કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ હતી. ગત ચૂંટણીમાં અહીં 68.16% ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2012ની ચૂંટણીમાં 16,983 મતોથી કોંગ્રેસે બાજી મારી હતી. હવે જોવાનું રહ્યું કે, હાર્દિક પટેલ આ બેઠક પર ભગવો લહેરાવવામાં સફળ થાય છે કે કેમ?
અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પર 59.05 ટકા મતદાન
અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પર 59.05 ટકા મતદાન થયું હતું. જ્યારે જિલ્લામાં કુલ 35,45,691 મતો પડ્યા હતા. જિલ્લાની બેઠકોની વાત કરીએ તો, વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઇ, ઘોળકા, ધંધૂકાનો સમાવેશ થાય છે.
સરેરાશ મતદાન 64.33 ટકા
આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.