Home /News /ahmedabad /Ahmedabad Election Results 2022: અમદાવાદ ગ્રામ્યની 5 સીટ પર ભાજપ આગળ? શહેરમાં બોલાવશે સપાટો

Ahmedabad Election Results 2022: અમદાવાદ ગ્રામ્યની 5 સીટ પર ભાજપ આગળ? શહેરમાં બોલાવશે સપાટો

અમદાવાદ જિલ્લાની 21 બેઠકોની વાત કરીએ તો, મોટાભાગની સીટ પર ભાજપનો દબદબો જોવા મળતો હોય છે.

Gujarat Ahmedabad election result 2022 live updates: અમદાવાદ જિલ્લાની 21 બેઠકોની વાત કરીએ તો, મોટાભાગની સીટ પર ભાજપનો દબદબો જોવા મળતો હોય છે. અમદાવાદ શહેરની 16 બેઠકો પૈકીની ચાર બેઠકો પર ભારે રસાકસી જોવા મળી શકે છે.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થવાનું છે, ત્યારે રાજકીય નેતાઓની સાથે સામાન્ય જનતામાં પણ પરિણામને લઇને ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લાની 21 બેઠકોની વાત કરીએ તો, મોટાભાગની સીટ પર ભાજપનો દબદબો જોવા મળતો હોય છે. અમદાવાદ શહેરની 16 બેઠકો પૈકીની ચાર બેઠકો પર ભારે રસાકસી જોવા મળી શકે છે.

    શરૂઆતના ટ્રેન્ડની વાત કરીએ તો, અમદાવાદની દરિયાપુર બેઠક પર ભાજપ આગળ, નારણપુરમાં ભાજપ આગળ, મણિનગરમાં ભાજપ આગળ, દાણીલીમડામાં ભાજપ આગળ છે. જ્યારે વિરમગામ બેઠક પરથી ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલ આગળ ચાલી રહ્યો છે.

    વિરમગામ બેઠક પર 8 રાઉન્ડના અંતે ભાજપ આગળ, હાર્દિક પટેલ 28363 મતથી આગળ

    બેઠક- નિકોલ
    પક્ષ- ભાજપ
    ઉમેદવાર- જગદીશ વિશ્વકર્મા
    રાઉન્ડ - 5
    મતથી આગળ- 21516

    દસક્રોઈ ચોથો રાઉન્ડમાં ભાજપ આગળ

    કોંગ્રેસ ઉમેદજી ઝાલા - 3105
    ભાજપ બાબુભાઈ પટેલ - 25305
    આપ કિરણકુમાર પટેલ - 3576

    - અમદાવાદ એલિસબ્રિજ બેઠક પર સાતમાં રાઉન્ડમાં ભાજપના અમિત શાહ 40171 મતથી આગળ

    - અમદાવાદ વટવાના ભાજપના ઉમેદવાર બાબુસિહ જાદવ  19067 મત થી આગળ

    શહેરની આ 4 બેઠકો પર સૌની નજર

    અમદાવાદ શહેરની 16 બેઠકોમાંથી દરિયાપુર, જમાલપુર-ખાડિયા, દાણીલીમડા અને બાપુનગર બેઠક માટે ભાજપે પણ એડીચોંટીનો જોર લગાવ્યો હતો. આ બેઠકો પર મતો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને એઆઇએમઆઇએમ વચ્ચે વહેંચાય તો ભાજપ માટે લાભદાયી સાબિત થઇ શકે છે. સાથે જ આ બેઠકો પર મુસ્લિમ મતદારો નિર્ણાયક ગણાય છે. અમદાવાદ શહેરમાં ભાજપની સ્થિતિ મજબૂત રહી છે, ત્યારે આ ચાર બેઠકો પર રસાકસી જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં પુનરાવર્તન કે પરિવર્તન? આજે ગુજરાત ચૂંટણીનાં પરિણામો જાહેર થતા થશે ફેંસલો

    અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પર 59.05 ટકા મતદાન


    અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પર 59.05 ટકા મતદાન થયું હતું. જ્યારે જિલ્લામાં કુલ 35,45,691 મતો પડ્યા હતા. જિલ્લાની બેઠકોની વાત કરીએ તો, વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઇ, ઘોળકા, ધંધૂકાનો સમાવેશ થાય છે.

    શહેરમાં ભાજપનો ગઢ મનાતી સીટો


    ગત ચૂંટણીમાં અમદાવાદ શહેરની આઠ બેઠકો એવી હતી જેની પર ભાજપે મોટા માર્જિન સાથે જીત મેળવી હતી. આ સીટો પર ભાજપે 50 હજારથી વધુની લીડ સાથે જીત મેળવી હતી. ઘાટલોડિયા સીટ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક લાખથી વધુની લીડ સાથે જીત્યા હતા. જ્યારે એલિસબ્રિજ પર 70 હજારની લીડ સાથે ભગવો લહેરાયો હતો. નારણપુરા સીટ પર 66 હજાર, નરોડા સીટ પર 60 હજાર, મણિનગર સીટ પર 75 હજાર, સાબરમતી સીટ પર 68 હજાર, અમરાઇવાડી સીટ પર 50 હજાર, અસારવા બેઠક પર 49 હજારથી વધુ મતો સાથે ભાજપે જીત મેળવી હતી.

    સરેરાશ મતદાન 64.33 ટકા


    આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.

    આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામો 2022 લાઈવ અપડેટ્સ
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Election Results 2022, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन