ભાજપની પ્રચંડ જીતથી કોંગ્રેસની બે દાયકા બાદ ગુજરાતની સત્તામાં વાપસી કરવાની આશાઓ પર પાણી ફેરવી દીધુ છે./
Gujarat Poll Results: કોંગ્રેસની શરમજનક હારને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા-વિચારણા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસની હાર પાછળ રાજકીય પંડિતોના મત અલગ-અલગ છે. દેશની સૌથી જૂની પાર્ટીની હારના કારણો આ પાંચ મુદ્દાઓ પરથી સમજીએ.
Gujarat Poll Results: ગુજરાતામં વિધાનસભા ચૂટણીની મતગણતરી ચાલી રહી છે. આજે સાંજ સુધીમાં સંપૂર્ણ પરિણામ આવી જશે. અત્યાર સુધીના પરિણામમાં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ વખતની ચૂંટણીમાં કોગ્રેસ 20 બેઠકની અંદર સમેટાતી નજર આવી રહી છે. આ દેશની સૌથી જૂની પાર્ટીનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. આ પહેલા 1990ની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સૌથી નીચુ હતું. ત્યારે પાર્ટીને સૌથી ઓછી 33 બેઠકો મળી હતી. વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 50 સીટો, 2007માં 59 લીટો મળી હતી. ત્યાં જ ગત ચૂંટણીમાં 77 બેઠકો મળી હતી.
ત્યાં જ ભાજપે સત્તા વિરોધી ધારણાને ધોઇ નાંખી છે અને ગત ચૂંટણીના રેકોર્ડને પણ ધ્વસ્ત કરી નાંખ્યો છે. ભાજપ આ વખતે વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 150 બેઠકો હાંસલ કરતી જોવા મળી રહી છે. ભાજપને આ પહેલા 2002ની ચૂંટણીમાં 217 સીટો મળી હતી. પરંતુ આ પછી થયેલી ચૂંટણીઓમાં પાર્ટીની સીટો ઘટી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપને 99 સીટો મળી હતી.
ભાજપની પ્રચંડ જીતથી કોંગ્રેસની બે દાયકા બાદ ગુજરાતની સત્તામાં વાપસી કરવાની આશાઓ પર પાણી ફેરવી દીધુ છે, રાજ્યમાં પાર્ટીની ફરીથી ઉભી થવાની આશાઓ પણ સમાપ્ત થઇ ગઇ છે. રાજનીતિક વિશ્લેષકોમાં એવી પણ ચર્ચા છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરતા કોંગ્રેસને સૌથી વધુ નુક્સાન પહોંચ્યું છે. જેનો સીધો ફાયદો છેલ્લા બે દાયકાથી સત્તારૂઢ ભાજપને થયો છે.
કોંગ્રેસની શરમજનક હારને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા-વિચારણા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસની હાર પાછળ રાજકીય પંડિતોના મત અલગ-અલગ છે. દેશની સૌથી જૂની પાર્ટીની હારના કારણો આ પાંચ મુદ્દાઓ પરથી સમજીએ.
1. ત્રીજા પક્ષ તરીકે AAPની એન્ટ્રી ગુજરાતમાં અત્યાર સુધી માત્ર બે જ પક્ષો કોંગ્રેસ અને ભાજપ ચૂંટણીમાં સામસામે હતા. પરંતુ આ ચૂંટણીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના પ્રવેશથી મુકાબલો ત્રિકોણીય બની ગયો હતો. આ સાથે આપે ચૂંટણીમાં પુરી તાકાત લગાવી દીધી હતી. કેજરીવાલે તમામ 182 બેઠકો માટે માત્ર ઉમેદવારો જ ઉભા રાખ્યા નથી, પરંતુ વિશાળ ચૂંટણી રેલીઓ પણ યોજી હતી. માનવામાં આવે છે કે આની સીધી અસર કોંગ્રેસની વોટ બેંક પર પડી હતી. ત્યાં જ ભાજપના પરંપરાગત મતદારો તેની સાથે રહ્યા હતા. કોંગ્રેસના મતોના વિભાજનને કારણે ભાજપને વધુ બેઠકો મળી.
2. રાહુલ ગાંધીની ઓછી રેલીઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા. તેમણે ગુજરાતમાં પાર્ટી માટે બહુ ઓછો પ્રચાર કર્યો હતો. કોંગ્રેસે રાજ્યમાં તેના પ્રમુખ રાહુલ ગાંધીની માત્ર એક કે બે જાહેર સભાઓ યોજી હતી. તેનાથી વિપરિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગૃહ રાજ્યમાં પડાવ નાંખ્યો હતો.
3. સીએમ ચહેરા વગર ચૂંટણી લડવી ગુજરાતમાં પક્ષનો એકપણ ફાયરબ્રાન્ડ નેતા કે મોટો ચહેરો ન હોવાનું કોંગ્રેસને પણ નુકસાન થયું છે. આ ઉપરાંત પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે કોઈ નેતાને જાહેર કર્યા નથી.
4. નબળું સંગઠન ગુજરાતમાં કોંગ્રેસ લાંબા સમયથી આંતરિક ક્લેશ અને સંગઠનાત્મક પડકારોથી ઝઝૂમી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ નેતાઓમાં યુવા પાટીદાર નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને અન્યનો સમાવેશ થાય છે. કોંગ્રેસના આ નેતાઓની ખોટથી ગુજરાતમાં પાર્ટી સંગઠનને નુકસાન પહોંચ્યું છે.
5. પીએમ મોદી પર વિવાદાસ્પદ નિવેદન ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીએ ભારે વિવાદ જગાવ્યો હતો. ભાજપે આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો અને તેને વડાપ્રધાન મોદી અને ગુજરાતની છબી સાથે જોડીને રજૂઆત કરી હતી. નિષ્ણાતોનું માનવું છે કે વડાપ્રધાન મોદી પર ખડગેની ટિપ્પણીથી પાર્ટીને નુકસાન થયું છે. ખડગેએ કથિત રીતે પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરી હતી.